- કોન્ટ્રકરે અર્ધો ડામર રોડ બનાવી કામ બંધ કરી દીધું
- નવા નાગના અને જૂના નાગનાના ગ્રામજનોએ કર્યો વિરોધ
- ETV BHARATની ટીમ પહોંચ્યા બાદ તાત્કાલિક ધોરણે ફરી કામ શરૂ કરાયું
જામનગર : શહેરની ભાગોળે આવેલા નવા નાગના અને જૂના નાગના વચ્ચેના ડામર રોડનું કામ હાલ થઇ રહ્યું છે. જોકે, કોન્ટ્રાક્ટર દ્વારા આ રસ્તામાં વચ્ચે બે જગ્યાએ અર્ધું કામ રાખી દેવામાં આવ્યું હતું. જે કારણે ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને વિરોધ પણ કર્યો હતો. સોમવારના રોજ ETV BHARATની ટીમ નવા નાગના અને જૂના નાગના વચ્ચે જે રોડનું કામ થયું છે, ત્યાં પહોંચી હતી. જે કારણે તાત્કાલિક ધોરણે જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર હરકતમાં આવ્યા હતા.
સરપંચને પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપતા હતા
ગામના સરપંચના જણાવ્યાનુસાર કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ તેમને પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપતા હતા. જોકે, ગ્રામજનો પોતાની માગ અડગ રહી ભારે હોબાળો મચાવ્યો હતો.
ETV BHARATની ટીમ રોડનો અહેવાલ લેવા પહોંચતા અર્ધું મૂકેલું કામ તાત્કાલિક ધોરણે ફરી શરૂ
ETV BHARATની ટીમ રોડનો અહેવાલ લેવા માટે સ્થળ પર પહોંચી ત્યારે અધિકારીઓના સતત ફોન રણકવા લાગ્યા હતા અને વચ્ચે અર્ધું મૂકેલું કામ તાત્કાલિક ધોરણે ફરી શરૂ કરવામાં આવ્યું છે.