રમેશ જોગલ ટ્રેનિંગમાં ખુબ જ સાહસિક, બધાંથી આગળ તેમજ ફાયરિંગમાં પ્રથમ નંબર પર મેડલ મેળવ્યો હતો. ત્યારબાદ ટ્રેનિંગ પાસ કરી રજા મળીને 2-4 દિવસની રજા માંડ ભોગવી ત્યાં તો યુદ્ધના ડંકા વાગ્યા અને સમાચાર મળતા જ સામાન પેક કરીને મા અને પિતાતુલ્ય મોટા ભાઈને પગે લાગીને દેશ સેવા કરવા નીકળી ગયા હતા. શહીદ રમેશ જોગલ રાત્રે જ ટ્રેનમાં બેસીને 141 બટાલિયનમાં હાજર થયા હતા.
કુલ 125 તોપમાંથી સાહસિક હોવાને કારણે 1 તોપ પર બહાદુર યુવાનને સ્થાન આપવામાં આવ્યું હતું. 'કરો યા મરો' ની સ્થિતિ હતી... સામે મોત છે છતાં પીછે હટ્યા વગર ધડા ધડ એક પછી એક ગોળાની ટક્કર કરતા કરતા ઘણા પાકિસ્તાનીઓને મોતને ઘાટ ઉતાર્યાં હતાં.
પાકિસ્તાનને ધૂળ ચટાવી...ત્યાં તો પ્રથમ તોપ પાસે જ પાકિસ્તનનો ગોળો પડ્યો અને બહાદુર જવાન રમેશ જોગલે પોતાનો અંતિમ શ્વાસ લીધા હતા. 'જય હિન્દ' અને 'આગે બઢો કહેતા કહેતા' સાથી જવાનોને હિંમત આપીને દેહ છોડ્યો. આમ આ જવાન ફક્ત 19 વર્ષની ઉંમરે દેશ માટે શહીદી વહોરી હતી અને આ કારગિલ યુદ્ધમાં દેશ માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું.