જામનગરમાં આવેલીITI કૉલેજ ખાતેઆગામી લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભેરાષ્ટ્રીય મહાપર્વમાં અમુલ્ય યોગદાન આપી લોકશાહી મજબુત થાય તે હેતુથી સોમવારના રોજ શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ITIના તાલીમાર્થીઓએ એકબીજાને“મતદાર હોવાનો ગર્વ છે”તેવા બેલ્ટ બાંધ્યા હતા. તો સાથે સાથે લોકશાહીની મજબૂતીમાં વધારો કરવા મતદાન કરશે તેવા શપથ પણ ગ્રહણ કર્યા હતા.
આ કાર્યક્રમમાં સ્વિપના સભ્યો
ડી.વી.નિમાવત,આર.જી.વિઠલાણી,કે.એમ.કણસાગરા,એમ.આર.દલવાડી અને ITI અધિકારીઓ શ્રીમતી માયા પટેલ,શ્રી એસ.એલ.વ્યાસ,એન.આર.સોમપુરા તથા વિવિધ ટ્રેડના તાલીમાર્થીઓએ ઉપસ્થિત રહી મતદાન કરવાના શપથ લીધા હતા.