ETV Bharat / state

ડોક્ટર બન્યા દેવદૂત, સાડા પાંચ મહિને જન્મેલી બાળકીને આપ્યું નવજીવન - બાળકી 79 દિવસ સુધી વેન્ટિલેટર પર

જામનગરના આયુષ ન્યુબોર્ન કેર સેન્ટરના તબીબોએ વધુ એક મોટી સફળતા મેળવી છે. માતાના અવિકસિત ગર્ભમાંથી સાડા પાંચ મહિને જન્મેલી બાળકીએ 79 દિવસ વેન્ટિલેટર પર તથા 125 દિવસ Neonatal ICU ( NICU ) માં રહીને મોતને મ્હાત આપી છે. આ સૌરાષ્ટ્રનો કદાચ પ્રથમ કેસ હશે કે, જેમાં કોઈ નવજાત શિશુએ 125 દિવસ સારવાર લઇને નવજીવન મેળવ્યું હોય.

ડોક્ટર બન્યા દેવદૂત, સાડા પાંચ મહિને જન્મેલી બાળકીને આપ્યું નવજીવન

author img

By

Published : Jun 3, 2021, 6:05 PM IST

  • જામનગરમાં સાડા પાંચ મહિને થયો હતો બાળકીનો જન્મ
  • બાળકી 79 દિવસ વેન્ટિલેટર અને 125 દિવસ NICU માં રહી
  • 125 દિવસની સઘન સારવાર અને દેખભાળ બાદ સ્વસ્થ થઈ

જામનગર : 25 અઠવાડિયા એટલે કે સાડા પાંચ મહિને 575 ગ્રામ વજન સાથે જન્મેલી બાળકી 79 દિવસ સુધી વેન્ટિલેટર પર તથા 125 દિવસ સુધી Neonatal ICU ( NICU ) માં રહી હતી. આ વય જૂથ માટે સૌરાષ્ટ્રમાં કદાચ આ બાળકીની સૌથી લાંબી સફર NICU માં રહી હશે. અધૂરા માસે જન્મતા બાળકોમાં રહેલી તમામ મુશ્કેલીઓ આ બાળકીની અંદર પણ હતી. જોકે, આયુષ હોસ્પિટલની ટીમ દ્વારા આ પડકાર ઝીલીને બાળકીને નવજીવન આપવામાં આવ્યું છે. સગર્ભાવસ્થાના 25 અઠવાડિયે જન્મ પામેલી 575 ગ્રામ વજન ધરાવતી બાળકીની 125 દિવસની લાંબી સફર બાદ તેમનું વજન 2200 ગ્રામ જેટલું વધી ગયું હતું.

ડોક્ટર બન્યા દેવદૂત, સાડા પાંચ મહિને જન્મેલી બાળકીને આપ્યું નવજીવન
સૌરાષ્ટ્રનો પ્રથમ કિસ્સો

સાડા પાંચ મહિને જન્મેલી આ બાળકીને ફેફસાંની તકલીફ, હૃદયની નળી ખુલ્લી રહેવી, આંતરડાની તકલીફ, શ્વાસ ભૂલવું, ચેપ લાગવો, મગજનો યોગ્ય વિકાસ થવો, આંખનો વિકાસ, લોહીના આવશ્યક તત્વોમાં ફેરફાર તેમજ ઉણપ વગેરે ડોક્ટર માટે અત્યંત પડકારરૂપ હતી. પરંતુ અતિ આધુનિક ટેકનોલોજી તથા મશીનરી ધરાવતી આયુષ હોસ્પિટલ તથા સમગ્ર ટીમે આ પડકારને હરાવી અનેક મોટી સફળતા હાથ ધરી છે. આ સાથે બાળકીના માતા પિતાની ધીરજ અને તેનો ડોક્ટર પરનો વિશ્વાસ એ પણ ખૂબ જ સરાહનીય હતો. કોરોનાના કપરા કાળમાં દર્દીઓ 15 કે 20 દિવસ વેન્ટિલેટર પર રહેતા હોય છે અને ક્યાંકને ક્યાંક તેઓ ભાંગી પડતા હોય છે, ત્યાં આ નાનકડું બાળપુષ્પ 79 દિવસ સુધી વેન્ટીલેટર પર રહી મોતને મ્હાત આપી જાણે એક નવો જ સૂરજ ઉગાડતી હોય તેમ લાગે છે.

રજા અપાઈ ત્યારે બાળકીનું વજન બે કિલો

બાળકીના માતા-પિતાએ આ અંગે જણાવ્યું હતું કે, આયુષ ન્યુબોર્ન કેર સેન્ટર જામનગર વિસ્તાર માટે ખરેખર એક આર્શીવાદ સમાન છે. સમાજમાં અધૂરા માસે જન્મતા બાળકોની જો સમયસર ટ્રિટમેન્ટ કરવામાં આવે તો તેને નવું જીવન મળી શકે છે. રાજકોટ અને અમદાવાદ જેવા મોટા શહેરોમાં જે ફેસિલિટી મળે છે તે ફેસીલીટી હવે આપણા જામનગર શહેરમાં બાળકીના માતાપિતાએ રૂબરૂ જોઈ અને અનુભવી છે. અધૂરા માસે જન્મતા આવા બાળકોને બચાવવા માટે થોડી લોકજાગૃતિ કેળવાય અને સમયસર તેની ટ્રીટમેન્ટ થાય એવી સમાજના નાગરિક તરીકે તેણીના માતાપિતાએ હિમાયત કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે અમારી ધીરજ ન ખોઈ અને આખરે અમને સફળતા મળી હતી. અભિમન્યુનું સૂત્ર અમે યાદ રાખ્યુ હતું, “હિંમત થી હારજો પણ હિંમત ન હારજો” અનેક ઉતાર-ચડાવ બાદ અને ડોક્ટરોની 24 કલાકની હાજરી આ બધું જ સફળતાના સોપાનો સર કરવા માટે કાફી હતું અને અમે સફળ થયા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.