જામનગર : કોરોના વાયરસની મહામારીએ ભારતમાં પણ ગંભીર રૂપ ધારણ કરી લીધું છે. જામનગર જિલ્લામાં પણ બહારથી આવેલ લોકોમાં વધુ પોઝિટિવ કેસ જોવા મળ્યા છે. ત્યારે જામનગર જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ ન વધે તે અનુસંધાને હોટેલ, રેસ્ટોરન્ટ તથા ભીડભાડવાળી જગ્યાઓ પર ચેકિંગ કરી લોકોને ભીડમાં ન રહેવા તેમજ કોરોના વાયરસ સંબંધી તકેદારી રાખવાના ભાગરૂપે સરકાર દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન મુજબ સાવચેતી રાખવા અને જાહેર સ્થળો પર લોકોને અનઅધિકૃત રીતે એકઠા ન થવા તેમજ હોમ ક્વોરન્ટાઇન વ્યક્તિએ નિયમોનું કડકપણે પાલન કરવા અંગેનું જામનગર જિલ્લા મેજીસ્ટ્રેટ રવિશંકર દ્વારા જાહેરનામું બહાર પાડી લોકોને જણાવવામાં આવ્યું છે.
જામનગરમાં એલર્ટ સિટીઝન એપ્લિકેશન દ્વારા હોમક્વોરન્ટાઇન લોકો પર ડિજિટલ સર્વેલન્સ
લોકડાઉનની સુચારૂ રૂપે અમલવારી કરાવવા માટે જામનગર પોલીસ અધિક્ષક શરદ સિંઘલ અને IPS સફીન હસન તથા નાયબ પોલીસ અધિક્ષક એ.પી.જાડેજાના માર્ગદર્શન મુજબ જામનગર પોલીસ એલર્ટ સીટીઝન એપ્લિકેશન બનાવવામાં આવી છે.