જામનગર : ઝૂઓલૉજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેલિબિટેશન કિંગડમ નામે જામનગરના લાલપુર તાલુકામાં 280 એકરમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) દ્વારા ગુજરાતમાં બની રહેલા આ પ્રથમ પ્રાઇવેટ ઝૂમાં વિદેશથી વિવિધ પ્રાણીઓ લાવવામાં આવી રહ્યા છે. અહીં નાઇટ સફારીનો લુત્ફ પણ ઉઠાવી શકાશે. આ પ્રોજક્ટ ઝડપી પૂર્ણ કરવા પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે ગુરૂવારે દક્ષિણ આફ્રિકાથી જમ્બો કાર્ગો વિમાનમાં 11 જેટલા સ્પેશિયલ બોક્સમાં 20 જેટલા હરણ-સાબર લાવવામાં આવ્યા હતા. એક વર્ષમાં સાતમાં કાર્ગો વિમાનમાં આજે 20 પશું પક્ષીઓનું આગમન થઇ ચૂક્યું છે.
વાઘ, સિંહ, મગર બાદ હરણ, સાબરનું આગમન : અમદાવાદ એરપોર્ટ પર અગાઉ 10 ફેબ્રુઆરીએ દક્ષિણ આફ્રિકાથી 39 મન્કીઝ-ચિન્પાન્ઝી આવ્યા હતા. અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ ૫૨ દક્ષિણ આફ્રિકાથી અગાઉ 10 મહિનામાં છ કાર્ગો વિમામાં 250 જુદાજુદા પ્રાણીઓ આવી ચુક્યા છે. પ્રાણીઓને લઇ બીજું વિમાન અમદાવાદ એરપોર્ટ ખાતે 11મીએ આવશે. વિમાનમાં પ્રાણીઓને કોઇ તકલીફ ન પડે માટે યોગ્ય તાપમાન જાળવવામાં આવ્યું હતું. તેમને ખાવા માટે વિમાનમાં ઘાસચારો પણ લાવામાં આવ્યો હતો. આ તમામ પ્રાણીઓનું અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ ક્લિયરન્સ કરાયું હતું. આ દરમિયાન આ વિમાન પ્રાણીઓને લઇ જામનગર ખાતે પહોંચ્યું હતું.
વિશ્વનું સૌથી મોટું પ્રાણીસંગ્રહાલય બનશે : રિલાયન્સ પ્રાણીસંગ્રહાલયમાં થોડા દિવસો પહેલા 1000 જેટલા મગરનું આગમન થયું હતું. જોકે તે પહેલા વાઘ અને સિંહનું પણ આગમન થયું હતું. ત્યારબાદ હરણ અને સાબર લાવવામાં આવ્યા છે. લાલપુર નજીક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે. આ પ્રાણી સંગ્રહાલયમાં વિશ્વની અનેક પ્રજાતિના પશુ પંખીઓ રાખવામાં આવી રહ્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા પ્રાણીસંગ્રહાલયમાં અનેક પ્રજાતિના પશુ પંખીઓ લાવવામાં આવ્યા છે ખાસ કરીને જામનગર શહેરના ઘોડાઓ પણ અનંત અંબાણીએ વેચાતા લીધા હતા.