ETV Bharat / state

Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાને લઇ જામનગર એસ ટી ડેપો પર બસોનો ખડકલો, જાણો કેટલા રુટ બંધ થયા

બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠાની સાવ નજીક આવી રહ્યું છે ત્યારે એશટી તંત્ર દ્વારા અગમચેતીના ભાગરુપે એસટી રુટ બંધ કર્યાં છે. દરિયાઇ પટ્ટીના તાલુકાઓ, ગામડાઓના રુટ બંધ કરી દેવાતાં જામનગર એસટી ડેપોમાં બસોનો ખડકલો જોવા મળ્યો હતો.

Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાને લઇ જામનગર એસ ટી ડેપો પર બસોનો ખડકલો, જાણો કેટલા રુટ બંધ થયા
Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડાને લઇ જામનગર એસ ટી ડેપો પર બસોનો ખડકલો, જાણો કેટલા રુટ બંધ થયા
author img

By

Published : Jun 15, 2023, 5:13 PM IST

સાડા ત્રણસો જેટલા રુટ બંધ

જામનગર : બિપરજોય નામના સંભવિત વાવાઝોડાના પગલે મુસાફરોની સાવચેતી માટે જામનગર એસટી ડિવિઝન દ્વારા જિલ્લાના દરિયાઇ પટ્ટીના તમામ તાલુકાઓ, ગામડાઓના રુટ બંધ કરી દેવામાં આવ્યા છે. જેથી જામનગર એસ.ટી. બસ ડેપોમાં બસોના થપ્પા લાગી ગયા હતાં. જે દ્રશ્ય જોઇને લોકડાઉનના સમયનો ભયાવહ દ્રશ્યની યાદ અપાવી છે, આજ સાંજ સુધીમાં હાલારના બંદરો પર વાવાઝોડાના આગમનના સંભાવના દર્શાવવામાં આવી રહી છે.

રેસ્ક્યૂ માટે એસટી બસ : જામનગર એસટી ડેપો ખાતે સૌરાષ્ટ્રના મોટાભાગના ભાગના જિલ્લાની એસટી બસો અહીં સુરક્ષિત રીતે રાખવામાં આવી છે. જોકે 6 જેટલી બસ દેવભૂમિ દ્વારકામાં ફાળવવામાં આવી છે .કારણ કે રેસ્ક્યૂ માટે એસટી બસનો ઉપયોગ કરવામાં આવશે.

જામનગર એસટી ડેપોમાં લાગેલા તમામ હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા છે અને તમામ અધિકારીઓ અને સ્ટેન્ડ બાય રહેવાના આદેશ આપ્યા છે. મોટાભાગના ડ્રાઇવર કંડક્ટર કંટ્રોલરૂમ ખાતે ઉપસ્થિત છે અને જ્યારે જરૂર પડશે ત્યારે તમામ પ્રકારની મદદ માટે એસટી વિભાગ તૈયાર છે..અન્સારી(ડીટીઓ)

કેટલા રુટ બંધ થયા : હાલ સાડા ત્રણસો જેટલા રુટ એસટી વિભાગ દ્વારા બંધ કરવામાં આવ્યા છે. જોકે ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારાની તમામ એસટી બસો બંધ કરવામાં આવી છે સંભવિત વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રના દરિયા કિનારે વધુ થાય તેવી શક્યતા હોવાના કારણે આ પગલું લેવામાં આવ્યું છે.

આજે રાતે લેન્ડફોલની શક્યતા : જામનગરમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને પવન સાથે વરસાદ પણ જોવા મળી રહ્યો છે. જામનગરના વાતાવરણમાં એકાએક બદલાવ આવ્યો છે અને કાળાં ડિબાગ વાદળાં છવાયા છે. એટલું જ નહીં સમગ્ર પંથકમાં વરસાદ સાથે ભારે પવન ફૂંકાઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આજેસાંજ સુધીમાં નલિયા માંડવી અને કરાંચીમાં બિપરજોય વાવાઝોડું લેન્ડફોલ થાય તેવી શકયતા છે. ત્યારે હાલ સૌરાષ્ટ્રના દરિયા કિનારે બિપરજોય વાવઝોડાની તીવ્ર અસર શરૂ થઈ છે.

  • બિપરજોય વાવાઝોડા અન્વયે જાનમાલની ઓછામાં ઓછી નુકસાની થાય તે હેતુથી સમગ્ર વહીવટી તંત્ર સ્થળાંતરીત કરવામાં આવેલ ૮૫૪૨ જેટલા લોકોનેે રહેવાની, જમવાની તેમજ આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે@CMOGuj @DirectRelief @InfoGujarat @mahitijamnagar pic.twitter.com/JWdRK3MzlE

    — Collector Jamnagar (@CollectorJamngr) June 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

22 ગામમાંથી સ્થળાંતર : જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરિયા કિનારાના 22 જેટલા ગામોમાંથી લોકોનું સ્થળાંતર કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાંથી 8542 લોકોનું સ્થળાંતર થયું છે. તેમજ શહેરની 44 જેટલી સ્કૂલો લોકો માટે ખોલી નાખવામાં આવી છે. અહીં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત બેઠકોનો દૂર જોવા મળી રહ્યો છે અને કોઈપણ સંજોગોમાં વાવાઝોડાની સમગ્ર પંથકમાં કોઈ આડઅસર ન થાય તે માટે તમામ પ્રયત્નો કરવામાં આવ્યાં હોવાનું તંત્રએ લોકોને સધિયારો આપેલો છે.

  1. Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડું જખૌથી 100 કિલોમીટર દૂર, CM ભૂપેન્દ્ર પટેલે સરકારની કામગીરીની કરી સમીક્ષા
  2. Cyclone Biparjoy: વાવાઝોડાને પગલે કચ્છના તમામ દરિયાકિનારે પહોંચવાના રસ્તા પોલીસ દ્વારા બ્લોક કરવામાં આવ્યા
  3. Cyclone Biparjoy: કચ્છના અબડાસામાં વરસાદ સાથે દરિયામાં જોવા મળ્યો કરંટ, જુઓ ETVનો ગ્રાઉન્ડ રિપોર્ટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.