ETV Bharat / state

Cyclone Biparjoy: જામનગરના સચણા શિપ યાર્ડ પર માછીમારો સાથે ખાસ વાતચીત, જુઓ ETVનો ગ્રાઉન્ડ રિપોર્ટ

author img

By

Published : Jun 13, 2023, 4:52 PM IST

રાજ્ય પર બિપરજોય વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે જામનગરના વિવિધ બદરો પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે ETV ભારતની ટીમે માછીમારો સાથે વાતચીત કરી હતી. જુઓ ETVનો ગ્રાઉન્ડ રિપોર્ટ

special conversation with fishermen in jamnagar

માછીમારો સાથે વાતચીત

જામનગર: બિપરજોય વાવાઝોડાના કારણે સચણા સિક્કા અને નવા બંદર પર પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે. બંદરો પર કલમ 144 લગાવવામાં આવી છે અને વહીવટી તંત્ર દ્વારા તમામ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. સચણા શિપ યાર્ડને જામનગરનું અલગ બંદર ગણવામાં આવે છે અહીં જુના જહાજો તોડી પાડવામાં આવે છે. સચણા આજુબાજુના અનેક ગામના લોકો માછીમારોના વ્યવસાય સાથે જોડાયેલા છે. જો કે વાવાઝોડાને કારણે માછીમારો છેલ્લા ઘણા દિવસથી રોજગારી વિનાના છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના: બિપરજોય વાવાઝોડા પોતાની ગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે ETV ભારતની ટીમ જામનગર પહોંચી છે. આ સમયે દરિયામાં ભારે કરંટ હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ત્યારે ETV ભારતની ટીમના સંવાદદાતા દ્વારા માછીમારો સાથે વાતચીત કરીને તેમની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો.

માછીમારોની રોજગારી છીનવાઈ: સચણા શિપ યાર્ડના માછીમારોએ ETV ભારત સાથે વાત કરતાં જણાવ્યું હતું કે અમે સરકારની સૂચનાઓનું પાલન કરી રહ્યા છીએ. લગભગ દસ દિવસથી કોઈ માછીમારો દરિયામાં જઈ રહ્યા નથી. સરકારે વાવાઝોડાના જોખમને જોતા માછીમારી ન કરવા જણાવ્યું છે. જેથી બધા હાલ વાવાઝોડાને લીધે ઘરમાં જ છે. વાવાઝોડાને કારણે માછીમારો છેલ્લા ઘણા દિવસથી રોજગારી વિનાના છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે વહીવટી તંત્રે માછીમારો માટે ફૂડ પેકેજની વ્યવસ્થા કરવી જોઈએ અને જે માછીમારોના કાચા મકાન છે તેમને યોગ્ય જગ્યાએ સ્થળાંતર કરવાની વ્યવસ્થા કરવી જોઈએ.

કામગીરીની સમીક્ષા: ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ રાજકુમારે બિપરજોય વાવાઝોડા સંદર્ભે જે જિલ્લાઓમાં વાવાઝોડાની વધુ અસર થવાની છે ત્યાંનાં વહીવટી તંત્ર સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી. આ વીડિયો કોન્ફરન્સમાં જામનગર જિલ્લા વહીવટી તંત્રને મુખ્ય સચિવ રાજકુમારે જરૂરી સૂચનો કર્યા હતા. તેમજ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી હતી.

લોકોને સલામત સ્થળે ખસેડવા, ફૂડ પેકેટની વ્યવસ્થા: ગુજરાત રાજ્યના પ્રભારી સચિવ રાજકુમારે વિવિધ જિલ્લા વહીવટી તંત્રને જરૂરી સૂચનો આપતા જણાવ્યું હતું કે આગામી 24 કલાકમાં વાવાઝોડાની અસર શરૂ થઈ શકે છે. ત્યારે પૂર્વ તૈયારીના ભાગરૂપે નીચાણવાળા અને દરિયાકાંઠે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવા, ફૂડ પેકેટની વ્યવસ્થા કરવી, પીજીવીસીલ અને વનવિભાગની ટીમોને સાવચેતીના ભાગરૂપે તૈયારી કરવી તેમજ ભારે પવન અને વરસાદના પરિણામે જો કોઈ જગ્યાએ નુકશાન થાય તો લોકોની સલામતી અને સુરક્ષા ધ્યાને લઈને ત્વરિત મદદ પૂરી પાડવા જણાવ્યું હતું.

પીજીવીસીલની 50 જેટલી ટીમો હાલ કાર્યરત: વીડિયો કોન્ફરન્સમાં પ્રભારી સચિવ અનુપમ આનંદ અને કલેકટરબી.એ.શાહે વિગતો આપતા જણાવ્યું હતું કે, જામનગર જિલ્લાના દરિયા કાંઠાની નજીકના વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે. પીજીવીસીલની 50 જેટલી ટીમો હાલ કાર્યરત છે. વરસાદ અને પવનના પરિણામે અમુક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાઈ થવાના લીધે રસ્તાઓ બ્લોક થયેલા હોય તો ત્યાં સફાઇ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સ્ટેન્ડબાય છે.

  1. Amit shah on cyclone biparjoy: 'બિપરજોય' માટેની તૈયારીઓ અંગે અમિત શાહની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક
  2. Cyclone biparjoy photos: ગુજરાતને સતત ભય આપતા બિપરજોયની ભયાનકતાની તસવીરો જૂઓ
  3. Cyclone Biparjoy: 15 જૂને સાંજે ગુજરાતના દરિયા કિનારે બિપરજોય વાવાઝોડું ટકરાવાની સંભાવના

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.