અમદાવાદઃ રવિવારે આ વાવાઝોડું અતિશય તાકત સાથે સૌરાષ્ટ્ર પ્રાંતમાં અસર કરે એવી પૂરી શક્યતાઓ છે. ખાસ કરીને કાંઠાળાના વિસ્તારમાં તારાજી સર્જી શકે છે. સાવચેતીના ભાગરૂપે NDRFની ટીમને સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવી છે. રેસક્યૂ વાહનો પણ તૈયાર રાખવામાં આવ્યા છે. આ સમગ્ર વાવાઝોડાને ધ્યાને લઈને રાજ્ય સરકારે જે તે જિલ્લાઓના ક્લેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સીથી સૂચનાઓ આપી હતી. સિવિયર સાયક્લોન સૌરાષ્ટ્ર-ક્ચ્છ પર કેન્દ્રીત થતા સૌરાષ્ટ્રના તમામ ફાયર વિભાગ તથા બચાવ ટુકડીઓને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. જ્યારે એક ટીમને પોરબંદર મોકલી દેવામાં આવી છે.
-
Very Severe Cyclonic Storm (VSCS), #Biparjoy lay centred near lat 17.4N and long 67.3E, about 600 km WSW of Mumbai, 530 km S-SW of Porbandar & 830 km S of Karachi. To intensify further and likely to reach near Pakistan & adjoining Saurashtra & Kutch coast around afternoon of 15th… pic.twitter.com/P1bPBSMKdU
— ANI (@ANI) June 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Very Severe Cyclonic Storm (VSCS), #Biparjoy lay centred near lat 17.4N and long 67.3E, about 600 km WSW of Mumbai, 530 km S-SW of Porbandar & 830 km S of Karachi. To intensify further and likely to reach near Pakistan & adjoining Saurashtra & Kutch coast around afternoon of 15th… pic.twitter.com/P1bPBSMKdU
— ANI (@ANI) June 10, 2023Very Severe Cyclonic Storm (VSCS), #Biparjoy lay centred near lat 17.4N and long 67.3E, about 600 km WSW of Mumbai, 530 km S-SW of Porbandar & 830 km S of Karachi. To intensify further and likely to reach near Pakistan & adjoining Saurashtra & Kutch coast around afternoon of 15th… pic.twitter.com/P1bPBSMKdU
— ANI (@ANI) June 10, 2023
પોરબંદર: પોરબંદરના દરિયામાં વાવાઝોડાની અસર વધી પવનની ગતિમાં થયો વધારો છે. ગઈકાલ કરતા દરિયાના મોજાની ઊંચાઈ પણ વધી છે. આગામી સમયમાં વધુ વરસાદ અને ભારે પવન આવવાની શક્યતા એનડીઆરએફની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.
દીવઃ બિપોરજોય વાવાઝોડાના કારણે દીવમાં દરિયો ગાંડોતૂર બન્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોના વરસાદી ઝાપટાં પડ્યા હતા. માત્ર દીવ જ નહીં મુંબઈના ગેટ વે ઓફ ઈન્ડિયા પાસે પણ દરિયામાં એક પ્રકારનો કરંટ જોવા મળ્યો છે. ગુજરાતના કાઠાળા વિસ્તારમાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા હતા. જ્યારૈ જખૌ પંથકમાં પવનની ગતિ વધતા વાવાઝોડું અનુભવાયું હતું.
દ્વારકામાં ધ્વજ અડધી કાઠીએઃ સંભવિત બીપરજોઈ વાવાઝોડાના પગલે દ્વારકા જિલ્લાના ઓખા, સલાયા અને વાડીનાર બંદર પર ચાર બનંદરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હવામાન ખાતાની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સ્થિર થયેલું વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારાઓને સ્પર્શ કરે તેમ હોવાથી તંત્રએ એલર્ટ જાહેર કરી દીધું છે. બંદર પર લંગરવામાં આવેલી તમામ બોટને સલામત સ્થળે રાખી લેવા તેમજ કોઈપણ સંજોગોમાં માછીમારોને દરિયો ન ખેડવા તંત્રએ તાકીદ કરી છે. દરિયાકાંઠાના નીચાણ વાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર જગ્યાએ ખસી જવા તંત્રએ અપીલ કરી. જ્યારે જગતમંદિરે ધ્વજ અડધીકાઠીએ લગાવાયો છે.
ડભારીમાં એલર્ટઃ સંભવિત બીપોરજોય વાવાઝોડા ની અસર ને પગલે ઓલપાડના ડભારી દરિયા કિનારે અવરજવર બંધ કરી દેવામાં આવી છે. ડભારી જતા માર્ગ પર બેરીગેટ અને કાંટાવાડ મુકવામાં આવી છે. ઓલપાડ પોલીસ, સાગર સુરક્ષા દળના જવાનોને સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવ્યા છે. વહીવટી તંત્ર સતત દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યું છે. દરિયાય કાંઠા વિસ્તારમાં પવનની ગતિમાં વધારો થયો છે. ભારે પવનને પગલે ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી છે. 24 ગામોને એલર્ટ કરાયા છે.
ચક્રકાર ગતિઃ સમગ્ર વાવાઝોડું ચક્રાકાર ગતિએ આગળ વધી રહ્યું છે. હવામાન ખાતાની આગાહી અનુસાર આ વાવાઝોડું 3 કિમીની ગતિએ આગળ વધી રહ્યું છે. દર ત્રણ કિમીએ આ વાવાઝોડાની ઝડપ બદલતી રહે છે. સૌથી ખાસ વાત એ છે કે, આ વાવાઝોડું સતત દિશા બદલી રહ્યું છે. કચ્છની જખૌ અને દ્વારકાની દરિયાઈ પટ્ટી પર સૌથી વધારે જોખમ તોળાઈ રહ્યું છે. રવિવારે અમદાવાદ, ડાંગ, નવસારી, સુરત, વલસાડ, દમણ, અમરેલી, ગીર સોમનાથ તથા દીવમાં વરસાદ પડી શકે છે. જ્યારે 12 જૂનના અમદાવાદ, વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ તથા દીવમાં વરસાદ પડી શકે છે.
-
Another hot day ahead for #Chennai and suburbs. Today and tomorrow represents the best chance for Chennai to catch some #Rains as #Monsoon2023 remains weak over Int Peninsular #India giving a window for #Thunderstorms over N. #TamilNadu. Fingers crossed for #ChennaiRains #COMK pic.twitter.com/aMvVFvrsIH
— Chennai Rains (COMK) (@ChennaiRains) June 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Another hot day ahead for #Chennai and suburbs. Today and tomorrow represents the best chance for Chennai to catch some #Rains as #Monsoon2023 remains weak over Int Peninsular #India giving a window for #Thunderstorms over N. #TamilNadu. Fingers crossed for #ChennaiRains #COMK pic.twitter.com/aMvVFvrsIH
— Chennai Rains (COMK) (@ChennaiRains) June 11, 2023Another hot day ahead for #Chennai and suburbs. Today and tomorrow represents the best chance for Chennai to catch some #Rains as #Monsoon2023 remains weak over Int Peninsular #India giving a window for #Thunderstorms over N. #TamilNadu. Fingers crossed for #ChennaiRains #COMK pic.twitter.com/aMvVFvrsIH
— Chennai Rains (COMK) (@ChennaiRains) June 11, 2023
હળવાથી ભારે વરસાદઃ તારીખ 13 જૂનના રોજ નવસારી, વલસાડ, સુરત, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ અને દીવમાં વરસાદ પડી શકે છે. જ્યારે તારીખ 14 જૂનના રોજ દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, પાટણ, કચ્છ તથા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે તારીખ 15 જૂનના રોજ દમણ, દાદરા નગર હવેલી, અમદાવાદ, આણંદ તથા ક્ચ્છમાં વરસાદ પડી શકે છે. વાવાઝોડું ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર કચ્છ અને પાકિસ્તાનના કાઠાળા વિસ્તારમાં તે હીટ કરી શકે છે.
-
ALERT | #Karachi Port Trust (KPT) has issued a ‘red alert’ for the security of ships and port facilities in the wake of severe cyclonic storm “#Biparjoy” – reportedly heading towards Karachi with sustained winds of 150 km/h. In a statement, KPT noted that shipping activities will… pic.twitter.com/bXUCftnK83
— Times of Karachi (@TOKCityOfLights) June 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">ALERT | #Karachi Port Trust (KPT) has issued a ‘red alert’ for the security of ships and port facilities in the wake of severe cyclonic storm “#Biparjoy” – reportedly heading towards Karachi with sustained winds of 150 km/h. In a statement, KPT noted that shipping activities will… pic.twitter.com/bXUCftnK83
— Times of Karachi (@TOKCityOfLights) June 10, 2023ALERT | #Karachi Port Trust (KPT) has issued a ‘red alert’ for the security of ships and port facilities in the wake of severe cyclonic storm “#Biparjoy” – reportedly heading towards Karachi with sustained winds of 150 km/h. In a statement, KPT noted that shipping activities will… pic.twitter.com/bXUCftnK83
— Times of Karachi (@TOKCityOfLights) June 10, 2023
સૌથી વધારે જોખમઃ વાવાઝોડાનું સૌથી વધારે જોખમ સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગરના વિસ્તાર પર વિશેષ છે. જ્યારે દક્ષિણ ગુજરાત બાજુ આવવાની શક્યતાઓ ખૂબ ઓછી છે. ઉત્તર પશ્ચિમ કે ઉત્તર દિશા બાજુ ફંટાઈ શકે છે. સવારે આઠ વાગે વાવાઝોડું દ્વારકાના દરિયાથી 800 કિમી દૂર જોવા મળ્યું હતું. શિવરાજપુર બીચ 15 જૂન સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. રવિવારથી આગામી પાંચ દિવસ સુધી હળવાથી ભારે વરસાદ થવાની પૂરી શક્યતાઓ છે. પોરબંદરમાં ચોપાટી પણ બંધ કરી દેવામાં આવી છે. સાત કિમીની ઝડપથી વાવાઝોડું આગળ વધી રહ્યું છે.
કરાચી પહોંચી શકેઃ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 'વેરી સિવીયર સાયક્લોનિક સ્ટોર્મ' (VSCS) 'બિપરજોય' આગામી થોડા કલાકોમાં મુંબઈથી લગભગ 600 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ, પોરબંદરથી 530 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ, દ્વારકાથી 580 કિમી દૂર દક્ષિણમાં છે. , તે નલિયાથી 670 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ અને કરાચીથી 830 કિમી દક્ષિણે પહોંચશે.
ગુજરાતમાં લેન્ડફોલઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારે જણાવ્યું હતું કે ચક્રવાત બિપરજોય પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર 'ખૂબ ગંભીર ચક્રવાત તોફાન' (VSCS) માં તીવ્ર બનશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તે 5 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ આગળ વધ્યું હતું. જારી કરાયેલા એલર્ટ મુજબ, આગામી કેટલાક કલાકો દરમિયાન તે અત્યંત ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની સંભાવના છે. IMD અનુસાર, ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન (VSCS) Biparjoy લગભગ ઉત્તર તરફ આગળ વધે અને 15 જૂને ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન તરીકે પાકિસ્તાન અને ભારતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે.
રવિવારની સ્થિતિઃ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી થોડા કલાકોમાં આ વાવાઝોડું મુંબઈથી લગભગ 600 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં, પોરબંદરથી 530 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં, દ્વારકાથી 580 કિમી દક્ષિણમાં, નલિયાથી 670 કિમી દૂર દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં આવશે અને આગળ વધશે. કરાચીની દક્ષિણે 830 કિમી સુધી પહોંચો. વિભાગના જણાવ્યા અનુસાર, તે ખૂબ જ તીવ્ર ચક્રવાતી વાવાઝોડાના રૂપમાં દરિયા કિનારાને ઝડપથી સ્પર્શ કરી શકે છે. તે ઉત્તર તરફ આગળ વધીને 15 જૂનની બપોરના સુમારે પાકિસ્તાન અને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના છે.