જામનગર: સમગ્ર રાજ્ય પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. જામનગર જિલ્લામાં વાવાડોઝાની દહેશતને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જામનગરમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ત્યારે વૃદ્ધાશ્રમમાં વડીલો માટે પણ ખાસ સુવિધા ઉભી કરાઈ છે.
વડીલો માટે તમામ વ્યવસ્થા: જામનગર ખોડિયાર કોલોનીમાં આવેલા એમ પી શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમમાં વડીલો માટે તમામ વ્યવસ્થા રાખવામાં આવી છે. કારણ કે અહીં ડોકટરની ટીમ તેમજ ઓપીડી અને એક મહિનો ચાલે તેટલા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ પણ વૃદ્ધને ઇજા ન થયા તે માટે પાવર સોલાર પ્લેટ પણ ઉતારી લેવામાં આવી છે. એમ પી શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમમાં 104 વૃદ્ધ રહે છે. જેમાં 11 કપલનો સમાવેશ થયા છે.
" અહીં વૃદ્ધો માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ રાખવામાં આવી છે. ખાસ કરીને વાવાઝોડા સમયે ભારે પવન ફૂંકાતો હોય ત્યારે વૃદ્ધોને કોઈપણ જાતની ઈજા ન પહોંચે તે માટે અગાઉથી જ સોલાર પ્લેટ ઉતારી લેવામાં આવી છે. મેડિકલ ટીમ પણ અહીં તૈનાત કરવામાં આવી છે અને જુદા જુદા ડોક્ટર્સની પણ મદદ લેવામાં આવી રહી છે. વૃદ્ધોને એક મહિના ચાલે તેટલું રાસન રાખવામાં આવ્યું છે. તમામ વૃદ્ધોની વ્યવસ્થિત સાર સંભાળ રાખવામાં આવી રહી છે. " - મિલનભાઈ માલવી, વૃદ્ધાશ્રમના મેનેજર
વહીવટી તંત્ર એલર્ટ મોડમાં: જામનગર સૌરાષ્ટ્રનો સૌથી મોટો દરિયા કિનારો ધરાવતો જિલ્લો છે. જેના કારણે જામનગર પંથકમાં વાવાઝોડાની દહેશત આવતીકાલે જોવા મળે તો નવાઈ નહીં. જોકે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જામનગરમાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે અને વિવિધ ટીમોને કામગીરી પણ સોંપવામાં આવી છે.
- Cyclone Biparjoy: 130 કિમીની ઝડપે વાવાઝોડું જખૌ બંદરે ત્રાટકશે, રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ થશે: મનોરમા મોહંતી
- Cyclone Biparjoy: વાવાઝોડાનો ઘેરાવો 680 કિમીનો, રાજસ્થાન, ઉત્તર ભારત સહિત પાકિસ્તાનમાં આવશે આંધી: અંબાલાલ
- Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડા લઈને અમદાવાદમાં 24 જેટલા કંટ્રોલરૂમ શરૂ, ફાયર વિભાગ સ્ટેન્ડબાય