- સમગ્ર દેશમાં કોરોનાની અસર ઓછી થતા હોટલો પણ ખુલવા માંડી
- કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે ખુલી રહેશે હોટલો
- હોટલમાં રસોઇયાથી લઈને ટીફીન પાર્સલ લઈ જનારા લોકોને રોજગારી મળે છે
જામનગરઃ સમગ્ર દેશમાં કોરોના(Corona)ની અસર ઓછી થઇ ગઇ છે, ત્યારે શહેરોમાં છૂટછાટ મળતા હોટલો પણ ખુલવા માંડી છે. ત્યારે ETV Bharat દ્વારા જામનગર(Jmanagar)ની અંબિકા હોટલ(Ambika hotel)ની મુલાકાત લેવામાં આવી હતી. ખાસ કરીને હોટલ માલિકો કોરોના ગાઈડલાઈનનું કેટલું પાલન કરી રહ્યા છે, તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ આંશિક નિયંત્રણો હટાવાયાઃ 21 મેથી બજાર ફરી ધમધમતા થઇ
હોટલ ઉદ્યોગ અનેક લોકોને રોજગારી આપી રહ્યો છે
હોટલમાં રસોઇયાથી લઈને ટીફીન પાર્સલ લઈ જનારા લોકોને રોજગારી મળે છે. જો કે, છેલ્લા ઘણા સમયથી હોટલ ઉદ્યોગ બંધ હતો. જેના કારણે અનેક લોકો બેરોજગાર બન્યા હતા. ફરી રાજ્ય સરકારે છૂટછાટ આપતા હવે હોટલ ઉદ્યોગ ફરી ધમધમતો થયો છે.
જામનગરમાં હોટલ કોવિડ ગાઈડલાઈનનું કેવું થાય છે પાલન
જામનગર (Jamnagar)શહેરમાં મોટા ભાગની હોટલોમાં માસ્ક ફરજિયાત છે, તો હોટલમાં પ્રવેશ મેળવતી વખતે હેન્ડ સેનિટાઇઝર કરવામાં આવે છે અને બેઠક વ્યવસ્થામાં પણ સોશિયલ ડિસ્ટન્સ(Social Distance)નું પાલન કરવામાં આવે છે.
ગ્રાહકો પણ જાગૃત બન્યા છે અને સ્વયંમ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરે છે
અંબિકા હોટલ(Ambika hotel)ના માલિક અશોક ભાઈએ જણાવ્યું કે, હવે જે લોકો હોટલમાં જમવા આવે છે, તે માસ્ક પહેરીને આવે છે. સાથે-સાથે હોટલમાં સાફસફાઇ વધુ કરવામાં આવે છે. ખાસ કરીને કોઈ વ્યક્તિ બીમાર હોય તો તેને હોટલમાંથી પાર્સલ આપી દેવામાં આવે છે.
આ પણ વાંચોઃ દિલ્હીમાં હોટલ, જીમ અને સાપ્તાહિક બજાર ખોલવાનો પ્રસ્તાવ ફરીવાર ઉપરાજ્યપાલ દ્વારા નામંજૂર
હોટલ ઉદ્યોગ ફરી શરૂ થતાં વેપારીઓ ખુશ
છેલ્લા દોઢ વર્ષથી લોકડાઉનની પરિસ્થિતિ છે. જેની સૌથી વધુ અસર હોટલ ઉદ્યોગને પડી છે. કારણ કે, હોટલમાં રસોઈ બનાવતા કારીગરો પરપ્રાંતિય હોય છે. કોરોનાના ડરના કારણે આ કારીગરો પોતાના રાજ્યમાં ચાલ્યા ગયા છે. જો કે, હોટલ ઉદ્યોગ પરથી શરૂ થતા અમુક કારીગરો પરત ફર્યા છે અને વેપારીઓને સારી એવી આવક પણ શરૂ થઈ છે. જેના કારણે હોટલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.