બિન સચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી હતી. જેમાં તથ્યો બહાર આવ્યા હતા અને તેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને આ સમગ્ર ષડયંત્રમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં કોંગ્રેસી કાર્યકર્તા પણ સામેલ છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, સરકાર વિકાસ લક્ષી કાર્યો અને સેવાઓમાં કટિબદ્ધ છે. આવનાર દિવસોમાં બિન સચિવાલયની પરીક્ષા ફરીવાર લેવામાં આવશે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.