પેયજળ સ્વચ્છતા મંત્રાલય ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છ સુંદર શૌચાલય હરીફાઈના ઝુંબેશ રૂપે આયોજન કરવામાં આવ્યું હતુ. જેના ભાગરૂપે જામનગર જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 1થી 31 જાન્યુઆરી 2019 સુધી જિલ્લામાં 5 સર્વશ્રેષ્ઠ રંગીન શૌચાલયો પસંદગી કરવા નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જામનગરના અધ્યક્ષપણા હેઠળ 02 ફેબ્રુઆરી 2019ના નિર્ણાયક કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં પસંદગી પામનારની યાદી રાજય કક્ષાએ મોકલવામાં આવશે.
આ હરીફાઈમાં નિર્ણાયક તરીકે નાયબ માહિતી નિયામક, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, પોગ્રામ ઓફીસર, તજજ્ઞ ચિત્ર શિક્ષક તરીકે દરેડ કુમાર શાળા અને ઢઢાં પ્રાથમિક શાળાના બે શિક્ષકો તેમજ જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટરએ ફરજ બજાવી હતી.