- જામનગરના વસઇ નજીક કાર અને રિક્ષા અથડાઈ
- ઇજાગ્રસ્તોને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
- પોલીસે ઘટનાસ્થળે પહોંચી તજવીજ હાથ ધરી
જામનગર: તાલુકાના વસઇ અને આમરા ગામ વચ્ચેના માર્ગ પર સાંજના સમયે પેસેન્જર રિક્ષા અને કાર સામસામા અથડાતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બે વિદ્યાર્થી સહિત કુલ પાંચ વ્યકિતઓને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
આ પણ વાંચો:દમણમાં બેકાબુ ટેમ્પોની અડફેટે 2 વ્યક્તિના મોત
પોલીસે ઘટનાસ્થળે પહોંચી તજવીજ હાથ ધરી
જયાં બે વ્યકિતની હાલત ગંભીર હોવાનું તબીબી સુત્રોમાંથી જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી જઇ ગુનો નોંધવા તજવીજ હાથધરી હતી.
આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લામાં બે તાલુકામાં સર્જાયા અકસ્માત, 2ના મોત