જામનગર : શહેરમાં ધો 10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓ 30516 છે. તમામ પરીક્ષા કેન્દ્રોને CCTVથી સજ્જ કરવામાં આવ્યા છે. ખાસ કરીને પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા પેપર ટ્રેકિંગ નામની જે એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપમાં GPS સિસ્ટમ લગાવવામાં આવી છે. તેમજ, કુલ પાંચ જેટલા અધિકારીઓના થંમ્બનેલ આ એપમાં નાખ્યા બાદ જ એપ કાર્યરત થશે.
આ પેપર ટ્રેકિંગ એપમાં સ્થળ અને સમય તેમજ સ્થળ પરના અધિકારીને આપેલા પાસવર્ડથી કાર્યરત થશે. તેમજ પેપર ટ્રેકિંગ એપ ઓનલાઇન હોવાથી ગાંધીનગર શિક્ષણ ખાતાના અધિકારીઓ સતત વૉચ રાખશે. જેથી ચોરી તેમજ ગેરરીતિનું પ્રમાણ બોર્ડની પરીક્ષામાં અટકશે.