- જિલ્લામાં સામાન્યસભા યોજાઈ અને સમિતિઓની રચના કરાઇ
- અલ્તાફ ખફીએ સભાની શરૂઆતમાં જ મેયર પર આક્ષેપ કર્યો
- વિપક્ષના સભ્ય આનંદ રાઠોડે સ્ટાફની ભરતી કરવા જણાવ્યુ
જામનગર : મહાનગર પાલિકાની વિવિધ પેટા સમિતિની રચના કરવા માટે ગઇકાલે મંગળવારે સામાન્યસભા યોજાઈ હતી અને સમિતિઓની રચના કરવામાં આવી હતી. જયારે વિપક્ષે એવી માંગણી પણ કરી હતી કે, આવી સમિતિમાં કયાંક વિપક્ષને પણ સ્થાન આપવું જોઈએ. આ બેઠકમાં આરોગ્ય વિષયક અને વાવાઝોડાની દહેશત વચ્ચે મહાનગર પાલિકાએ કરેલી કામગીરીનું કમિશ્નરે સવિસ્તાર વિતરણ રજુ કર્યું હતું.
સામાન્ય સભા મેયરની અધ્યક્ષતામાં ટાઉનહોલમાં યોજાઈ
મહાનગરપાલિકાની સામાન્ય સભા મેયર બિના કોઠારીના અધ્યક્ષ સ્થાને ટાઉનહોલમાં યોજાઈ હતી. સભાની શરૂઆતમાં જ વિપક્ષના અલ્તાફ ખફીએ આક્ષેપ કર્યો હતો કે, આપ મેયર જ છો કે અન્ય કોઈ સુપર મેયર પણ છે. શા માટે રીકવીઝેશન બેઠક ન બોલાવાઈ અને એવો કયાં નિયમ છે કે, સમિતિની રચના માટે બોલાવાયેલ બેઠકમાં પ્રશ્નોતરી થઈ ન શકે ? વર્તમાન સ્થિતિમાં કોરોના અને વાવાઝોડા અંગે ચર્ચા કેમ ન થઈ શકે ?
આ પણ વાંચો : બારડોલી નગરપાલિકાની સામાન્ય સભામાં કારોબારી સહિત 13 સમિતિની રચના કરાઈ
3,060 લોકોને હોમ આઈસોલેશનમાં ઘરે બેઠા સારવાર આપાઇ
વિપક્ષના સભ્ય આનંદ રાઠોડે સ્ટાફની ભરતી કરવા જણાવ્યુ હતું. આ પછી મ્યુનિસિપલ કમિશ્નર સતિષ પટેલ દ્વારા કોરોના અને વાવાઝોડાની દહેશત વચ્ચે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીનું વિસ્તૃત જાણકારી આપીને ગૃહનો વાકેફ કર્યું હતું. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, જામનગર મહાનગર પાલિકાની કામગીરીની ઉચ્ચ કક્ષાએ નોંધ લેવાઈ છે. તેમણે કહ્યું હતું કે, હાલની સ્થિતિએ 3,060 લોકો હોમ આઈસોલેશનમાં તેમને ઘરે બેઠા જ સારવાર આપવામાં આવી રહી છે.
સામાન્ય સભામાં ચર્ચા કરવા દેવામાં આવે નહિ તો તે હીટલરશાહી કહેવાય
અસ્લમ ખીલજીએ પણ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, બે માસે એક વખત સામાન્ય સભા મળે અને તેમાં પણ ચર્ચા કરવા દેવામાં આવે નહી આ તો હીટલરશાહી કહેવાય. કોરોનાના કેસ ઘટ્યા તેમાં તંત્રનો કોઈ સિંહફાળો નથી. દેશ અને દુનિયામાં તમામ સ્થળોએ કેસ ઓછા થયા છે. બાકી ઓક્સિજનના અભાવે અનેક દર્દીના મૃત્યુ થયા છે.
આ પણ વાંચો : પોરબંદર છાયા સયુંકત નગર પાલિકાની સામાન્ય સભા મળી 52 ઠરાવ મંજૂર કરાયા
ટેસ્ટિંગ માટે બેફામ પૈસા લૂંટવામાં આવ્યા