જામનગર: મહાનગર પાલિકામાં અત્યારે કર્મચારીઓની ઘટ હોવાના કારણે અમુક કર્મચારીઓને વધુ પડતા ચાર્જ સોંપવામાં આવતાં કોંગ્રેસ દ્વારા જનરલ વોર્ડમાં વિરોધ કરવામાં આવ્યો હતો. જે કર્મચારીઓ પાસે યોગ્ય ડિગ્રી નથી તેમને પણ આસિસ્ટન્ટ કમિશનર તરીકેના ચાર્જ સોંપવામાં આવતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. શનિવારે કોંગ્રેસના કોર્પોરેટર અસલમ ખીલજીએ કમિશનર ઓફિસ બહાર ધરણા કર્યા હતા અને સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કમિશનર ઓફીસના ગેટ પર આવેદનપત્ર ચોંટાડી કોંગ્રેસીઓએ ધરણા કર્યા જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં ખોટા જવાબો રજૂ કરવામાં આવતા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી હતી કે આવા કર્મચારીઓ પાસેથી તાત્કાલિક ધોરણે ચાર્જ પરત લઈ લેવો જોઈએ અને યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓને ચાર્જ સોંપવો જોઈએ. જેથી પ્રજાના કામ થઈ શકે અને સમસ્યાઓનો નિકાલ કરવામાં આવે.કમિશનર ઓફીસના ગેટ પર આવેદનપત્ર ચોંટાડી કોંગ્રેસીઓએ ધરણા કર્યા