• જામનગર જિલ્લામાં કેટલા ખેડૂતોએ કરી હતી અરજી,કેટલાને મળી સહાય?
• કૃષિ સહાય પેકેજ અંતર્ગત સહાય અપાઈ
- અમુક ખેડૂતોએ અરજીમાં સહી જ કરી નથી
જામનગરઃ રાજ્ય સરકાર દ્વારા જામનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે ખેતીના પાકને થયેલા નુકસાન અને જામનગર જિલ્લાના તાલુકા માટે કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. એસડીઆરએફ અંતર્ગત 6800 હેક્ટર, રાજ્ય સરકાર દ્વારા 3200 હેક્ટર મળી 10 હજાર રૂપિયા હેક્ટર દીઠ મહત્તમ બે હેક્ટર માટે સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જિલ્લાના 35 હજાર ખેડૂતોને 51 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. જામનગર જિલ્લામાં ખેતીવાડી ખાતા દ્વારા હિસાબી શાખા જિલ્લા પંચાયતના સહયોગથી અંદાજે કુલ ૩૫ હજાર ખેડૂતોને અત્યાર સુધીમાં રૂપિયા 51 કરોડની સહાય સીધા જ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી છે. કૃષિ રાહત પેકેજ અંતર્ગત ગ્રામ્ય લેવલે વિસી મારફત અરજી કરવાની રહે છે અત્યાર સુધીમાં એક લાખ વીસ હજાર ખેડૂતો દ્વારા અરજી કરવામા આવી છે.
• અમુક ખેડૂતોએ અરજીમાં સહી જ કરી નથી?
કૃષિ રાહત પેકેજ અંતર્ગત ખેડૂતોએ કરેલ અરજીમાં ઘણા ખેડૂતોની સહી ન હોવાને કારણે સહાય ચૂકવવામાં વિલંબ થઈ રહ્યો છે.ખેડૂતોએ સહાય માટે કરેલા ઓનલાઈન અરજીમાં સહી કરવાની બાકી હોય તે લોકો વિસી પાસે અરજીમાં સહી કરશે ત્યારબાદ તેમને સહાય ચૂકવવામાં આવશે. તારીખ 30 ઓક્ટોબર સુધીમાં સહાય માટે અરજી કરી હશે તેમને સહાય અપાશે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.