ETV Bharat / state

જામનગરમાં વેક્સિનનું આગમન, સાંસદ પૂનમ માડમે કર્યા વેક્સિનના વધામણાં - સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા

કોરોનાની મહામારીમાં મહામૂલા જીવન આપણે ગુમાવ્યા છે. પરંતુ કોરોનાને હરાવીને કે જાકારો આપવાના તેનો જુસ્સો, હિંમત અને ધીરજ ગુમાવ્યા વગર કરેલા નિરંતર પ્રયત્નો થકી ભારતને કોરોના સામે અમોઘ શસ્ત્ર સમાન વેક્સિન મળી છે તે ગર્વની વાત છે.

જામનગરમાં વેક્સિનનું આગમન, સાંસદ પૂનમ માડમે કર્યા વેક્સિનના વધામણાં

author img

By

Published : Jan 14, 2021, 8:03 AM IST

  • આત્મનિર્ભર ભારતના માર્ગ પરનું આ પહેલું કદમ છે, વેક્સિન અસરકારક અને સંપૂર્ણ સુરક્ષિત: સાંસદ
  • કોવિડ વેક્સિન કોવિશિલ્ડના જામનગરના 14000 ડોઝ જામનગર ખાતે આવી પહોંચ્યા
  • જિલ્લાના સરકારી તથા ખાનગી ક્ષેત્રના આરોગ્યકર્મીઓને પ્રથમ તબક્કામાં કોવિશીલ્ડ વેક્સિન અપાશે
  • જામનગર જિલ્લા પંચાયતને કુલ 5,000 ડોઝ, જામનગર મહાનગરપાલિકાને કુલ 9,000 ડોઝ, કોલ્ડ ચેઈન પોઇન્ટ પર વેક્સિન સપ્લાય કરશે

જામનગર : કોરોનાની આ મહામારીમાં મહામૂલા જીવન આપણે ગુમાવ્યા છે પરંતુ કોરોનાને હરાવીને કે જાકારો આપવાના તેનો જુસ્સો, હિંમત અને ધીરજ ગુમાવ્યા વગર કરેલા નિરંતર પ્રયત્નો થકી ભારતને કોરોના સામે અમોઘ શસ્ત્ર સમાન વેક્સિન મળી છે તે ગર્વની વાત છે. સમગ્ર દુનિયાની જેના પર નજર હતી, તેવી કોરોના વેક્સિનેશન ઝુંબેશ વિશાળ જનસમુદાય ધરાવતા ભારત દેશમાં તા. 16-01-2021 ના રોજ શરૂ થનાર છે. જેના ભાગરૂપે જામનગર કલેકટર કચેરી ખાતે જામનગર જિલ્લા માટે કુલ 14,000થી વધુ વેક્સિન ડોઝનો જથ્થો આવી પહોંચ્યો હતો. જેનું સાંસદ પૂનમબેન માડમે શ્રીફળ વધેરી અને હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું.

જામનગરમાં વેક્સિનનું આગમન, સાંસદ પૂનમ માડમે કર્યા વેક્સિનના વધામણાં

સાંસદે વેક્સિનના વધામણાં કર્યા

આ પ્રસંગે સાંસદ પૂનમબેમ માડમે જણાવ્યું હતું કે, સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા આ રસીની શોધ થઈ છે. દેશના વડાપ્રધાનની ઉદાત્ત ભાવના અને દિવસ-રાત એક કરી વેક્સિનની શોધમાં સફળતા પ્રાપ્ત કરતા વૈજ્ઞાનિકોએ દેશને આ મહામારીના સંક્ટમાંથી ઉગારવા જે વેક્સિનનું નિર્માણ કર્યું છે, તે આજે જામનગરના આંગણે આવી પહોંચી છે. દેશમાં જ કોરોનાની રસીનું સંશોધન થાય અને દેશવાસીઓ સંકટમાંથી બહાર આવે,તે આનંદની ક્ષણો છે.

રસીકરણથી દેશવાસીઓને કોરોના સામે સુરક્ષા કવચ આપી શકાશે

10 મહિનાના અંતે હિન્દુસ્તાનની ધરતી પર આ રસીની શોધ થઈ છે જે ગર્વની બાબત છે. આ રસી અસરકારક અને સંપૂર્ણ સુરક્ષિત છે. આત્મનિર્ભર ભારતના માર્ગ પરનું આ પહેલું કદમ છે. આ રસીના ઉપયેાગ વડે રસીકરણથી દેશવાસીઓને કોરોના સામે સુરક્ષા કવચ આપી શકાશે. જામનગર ખાતે આ રસીનો પહેલો જથ્થો આવી પહોંચ્યો છે. જેને કારણે જામનગરના લોકો હર્ષ સાથે રાહતની લાગણી અનુભવી રહ્યા છે. દરેક લોકોને તબક્કાવાર વેકસિનેશનનો લાભ મળે તે માટે મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શનમાં સઘન અને સુચારૂ આયોજન કરાયું છે.

ડોક્ટર, નર્સ, આશા વર્કર વગેરે મેડિકલ- પેરામેડિકલને પ્રથમ રસી અપાશે

જામનગર ખાતે સરકારી તેમજ ખાનગી દરેક ડોક્ટર, નર્સ, આશા વર્કર વગેરે મેડિકલ- પેરામેડિકલ વગેરે આરોગ્યકર્મીઓની યાદી ઉપલબ્ધ છે. જેમને પ્રથમ તબક્કે વેક્સિન આપવામાં આવશે અને આ માટે વેક્સિનનો પૂરતો જથ્થો જામનગર જિલ્લાને પ્રાપ્ય થયો છે તેમ સાંસદે ઉમેર્યુ હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, કોવિડ વેક્સિન કોવિશીલ્ડના સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવી છે. વેક્સિનેશનના પ્રથમ તબક્કામાં કોરોના સામે બાથ ભીડનાર અગ્રીમ હરોળના કોરોના વોરિયર્સ એવા આરોગ્યકર્મીઓને વેક્સિન આપવામાં આવશે.

જામનગર જિલ્લામાં 8 જગ્યાએ કોલ્ડ સ્ટોરેજ રૂમ બનાવ્યા

જામનગર મહાનગરપાલિકા વિસ્તારમા 5 સ્થળોએ તથા જામનગર ગ્રામ્ય વિસ્તારમાં 3 સ્થળોએ વેક્સિન આપવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં જામનગર મહાનગરપાલિકા તેમજ જિલ્લા પંચાયતના કુલ 56 સ્ટોરેજ કેન્દ્રો સુનિશ્ચિત કરાયા છે. તમામ કેન્દ્રો પર ફ્રિઝરના ટેમ્પરેચર અને તમામ વેક્સિનના સ્ટોકનું મોનીટરીંગ EVIN સોફ્ટવેર મારફત ઓનલાઇન જોઈ શકાય છે. વેક્સિન ટ્રાન્સપોર્ટેશન માટે જિલ્લા કક્ષાએ અને મહાનગરપાલિકા પાસે પણ વેક્સિન વાન ઉપલબ્ધ છે. પ્રથમ તબક્કે 8 સેન્ટર જેમાં પાંચ કોર્પોરેશન અને ત્રણ પંચાયત વિસ્તારના સેન્ટર ઉપર વેક્સિન આપવામાં આવશે. જેમાં કોર્પોરેશન વિસ્તારના જામનગર શહેરના જી.જી હોસ્પિટલ, નીલકંઠનગર, કામદાર કોલોની તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ધ્રોલ, કાલાવડ અને લાલપુરમાં વેક્સિન માટે કેન્દ્ર નિર્માણ કરાયું છે. તેમ જિલ્લા સમાહર્તાશ્રીએ કહ્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, શહેર ભાજ્પ પ્રમુખ વિમલભાઇ કગથરા, કમિશનર સતિષ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.