ETV Bharat / state

જામનગર કોવિડ હોસ્પિટલમાં દર 20 મિનિટે એક એમ્બ્યુલન્સનું આગમન - જામનગર જી જી હોસ્પિટલ

સમગ્ર રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે જામનગર જી જી હોસ્પિટલમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં હોટસ્પોટ બની છે કારણકે અહીં જામનગર જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લાના દર્દીઓની સંખ્યા વધી રહી છે.

Jamnagar
Jamnagar
author img

By

Published : Apr 11, 2021, 1:16 PM IST

  • જામનગરમાં અન્ય જિલ્લાના દર્દીઓનો ભારે ઘસારો
  • રાતભર જામનગરના રાજમાર્ગો પર એમ્બ્યુલન્સના સાયરન વાગ્યા
  • રિકવરી રેટ સારો હોવાથી કોવિડના દર્દીઓ આવી રહ્યા છે

જામનગર: શહેરમાં મોડી રાત સુધી કોરોનાના દર્દીઓને લઈ આવતી એમ્બ્યુલન્સ જોવા મળી રહી છે. મોરબીમાંથી મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ દાખલ થવા માટે આવી રહ્યા છે તો જૂનાગઢ,પોરબંદર, દેવભૂમિ દ્વારકાના દર્દીઓ પણ આવી રહ્યા છે.

રાતભર જામનગરના રાજમાર્ગો પર એમ્બ્યુલન્સના સાયરન વાગ્યા

જામનગરના રાજમાર્ગો પર રાત્રીના સમયે માત્ર એમ્બ્યુલન્સના સાયરન જ સંભળાઈ રહ્યા છે. જામનગર કોવિડ હોસ્પિટલમાં રાતે 11થી 2 વાગ્યા સુધીમાં સતત અન્ય જિલ્લામાંથી એમ્બ્યુલન્સ આવતી જોવા મળી છે.

જામનગર કોવિડ હોસ્પિટલમાં દર 20 મિનિટે એક એમ્બ્યુલન્સનું આગમન

આ પણ વાંચો: કોરોનાએ માજા મૂકીઃ એક સાથે 9 એમ્બ્યુલન્સના શોરથી ભાવનગરવાસીઓના હ્રદય કંપી ઉઠ્યા

રિકવરી રેટ સારો હોવાથી કોવિડના દર્દીઓ આવી રહ્યા છે

મોરબીથી દર્દીઓ સાથે આવતા સંબંધીઓ જણાવી રહ્યા છે કે, મોરબીની સરકારી હોસ્પિટલમાં પૂરતી સુવિધા ઉપલબ્ધ નથી. ઓક્સિજન પણ હોસ્પિટલમાં ન હોવાના કારણે કોરોનાના દર્દીઓને ભારે તકલીફ પડી રહી છે. જો કે, જામનગરની કોવિડ હોસ્પિટલમાં અનુભવી ડોકટર અને રિકવરી રેટ પણ સારો હોવાંને કારણે અન્ય જિલ્લામાંથી મોટી સંખ્યામાં દર્દીઓ આવી રહ્યા છે.

આ પણ વાંચો: રાજકોટમાં કોરોનાનો કહેર, મોટાભાગની બજારો આજે શનિવારે સ્વૈચ્છિક બંધ

એમ્બ્યુલન્સ કોરોનાના દર્દીઓને લઈને બોટાદથી ભાવનગર આવી હતી

ભાવનગર શહેરમાં રોજના કેસો 100ની આસપાસ આવી રહ્યા છે અને હવે તો અન્ય જિલ્લાના દર્દીઓને સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. 10 એપ્રિલે ઢળતી સાંજે એક સાથે 9 જેટલી 108 એમ્બ્યુલન્સમાં આશરે 30 જેટલા કોરોનાના દર્દીને લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં જગ્યા રહી નથી અને પરિસ્થિતિ વણસી ગઈ છે. કોઇ જવાબદાર અધિકારી સામે આવીને સત્યને સમક્ષ મૂકતું નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.