મહાનગરપાલિકાની જનરલ બોર્ડ પહેલા વોર્ડ નંબર 12ના રહીશોએ વિવિધ પડતર માંગણીઓને લઈ ભારે હોબાળો મચાવ્યો હતો. વોર્ડ નંબર 12 પાસેથી પસાર થતી નદીના ગંદા પાણીથી સ્થાનિકોની ભારે હાલાકી ભોગવી પડે છે. અવારનવાર ગંદા પાણી લોકોના ઘરમાં ઘુસી જતા હોવાથી રોગચાળાનો ભરડો પણ આ વિસ્તારમાં વધુ જોવા મળી રહ્યો છે.
મંગળવારના રોજ મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થયા હતા અને જામનગર મહાનગરપાલિકા ખાતે આવી ડેપ્યુટી કમિશ્નરને આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆત કરી હતી. વોર્ડ નંબર 12ના પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી હતી.