જામનગરઃ આખું વિશ્વ કોરોનારૂપી ઝંઝાવાત સામે લડી રહ્યું છે. આ મહામારી સામે લડવા રાષ્ટ્રને આર્થિક સહયોગની પણ આવશ્યકતા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક અપીલ પર પ્રત્યેક નાગરિક કોરોના સામે લડવા યથાશક્તિ પોતાનું આર્થિક યોગદાન આપવા આગળ આવ્યા છે.
આ કપરા સમયે અમરેલી જિલ્લા ખાતે પ્રભારીપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સહકારી અગ્રણીઓ, રાજકીય મહાનુભાવો, વિવિધ સંસ્થાના પ્રતિનિધીઓ, કિસાન આગેવાનો તથા વહીવટીતંત્રના અધિકારીગણ વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં પ્રભારીપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આર્થિક સહયોગ આપવા અપીલ કરી હતી.
જે અપિલને ધ્યાને લઇ મોટી સંખ્યામાં ખેડૂતોએ મુખ્યપ્રધાન રાહત નિધીમાં ટીપે-ટીપે સરોવર ભરાયએ પંક્તિને સાર્થક કરતા રૂપિયા 1000થી માંડીને રકમ ફંડમાં જમા કરાવી હતી.
સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ કાર્ય છે. જે ધ્યાને લઇ અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ર્મેન્દ્રસિંહ જાડેજાએ હાલારના ધરતીપુત્રોને અનુરોધ કરતાં કહ્યું છે કે, જામનગર અને દેવભૂમિ દ્વારકાના ખેડૂતો સરકારને સાથ આપી જગતના તાતની જે ભૂમિકા ભજવી રહ્યા છે.