પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં 350 જેટલા યુવક અને યુવતીઓ વહેલી સવારે પહોંચ્યા હતા. જામનગર શહેરની વિવિધ સ્કૂલોને કુલ ચાર ઝોનમાં વહેંચવામાં આવી હતી. ચારેય ઝોનના સ્પર્ધકો ગ્રાઉન્ડ પર ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ રમતોમાં ભાગ લીધો હતો.
દોડ સ્પર્ધામાં એકથી ત્રણ નંબર લાવનાર સ્પર્ધકોને જિલ્લાકક્ષાના ખેલમહાકુંભમાં સ્થાન આપવામાં આવશે. બરચી ફેક અને ગોળાફેકની સ્પર્ધા યોજાઈ હતી. લોંગ જમ્પ,હાઈ જમ્પમાં યુવક યુવતીઓએ ભાગ લીધો છે. તો ગ્રામ્ય કક્ષાનું ખેલ મહાકુંભનું આયોજન જામજોધપુરના સીદસર ખાતે કરવામાં આવ્યું હતું. જામનગરમાં કુલ ત્રણ દિવસ ખેલ મહાકુંભની સ્પર્ધાઓ યોજાશે.