ETV Bharat / state

જામનગરમાં શેખપાટ પાસે નવી GIDC બનશે - Jamnagar

મુખ્યપ્રધાન દ્વારા નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરવા શુક્રવારના રોજ કેટલીક જાહેરાતો કરવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લાના શેખપાટનો સમાવેશ છે. શેખપાટમાં 46 હેક્ટર જમીનમાં નવી ઔદ્યોગિક વસાહતનું નિર્માણ કરવામાં આવશે.

Vijay Rupani
Vijay Rupani
author img

By

Published : Jan 22, 2021, 7:57 PM IST

  • જામનગરમાં શેખપાટ પાસે નવી GIDC નિર્માણ પામશે
  • મુખ્યપ્રધાને કરી જાહેરાત
  • 46 હેક્ટર જમીનમાં નવી ઔદ્યોગિક વસાહતનું નિર્માણ થશે

જામનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના 8 જિલ્લાઓમાં નવી ઔદ્યોગિક વસાહત અને પાંચ જિલ્લાઓમાં 360 બહુમાળી શેડ ઊભા કરવાની જાહેરાત કરી છે. જે પૈકી શેખપાટમાં 46 હેક્ટર જમીનમાં નવી GIDCનું નિર્માણ થશે.

ગુજરાતના 8 જિલ્લામાં નવી GIDCની મુખ્યપ્રધાને કરી જાહેરાત

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં નાના ઉદ્યોગકારોને વધુ પ્રોત્સાહન આપવા રાજ્યના 8 જિલ્લામાં 987 હેક્ટરમાં નવી ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવશે. તેમને ઉમેર્યું હતું કે, આ નવી GIDCથી MSME સેક્ટરને 500થી 2000 ચોરસ મીટરના 2570 પ્લોટ અને મોટા ઉદ્યોગોને 10 હજારથી 50 હજાર ચોરસમીટરના 337 પ્લોટ ઉપલબ્ધ થશે.

જામનગરના બ્રાસપાર્ટ ઉદ્યોગને મળશે નવી દિશા

આ નવી GIDC વસાહતોથી જલોત્રા-બનાસકાંઠાનો માર્બલ કટિંગ/પોલીશિંગ ઉદ્યોગ, શેખપાટ-જામનગરનો બ્રાસ ઉદ્યોગ, મોરબીના સિરામિક ઉદ્યોગ, કડજોદરા ગાંધીનગરનો ફૂડ-એગ્રો ઉદ્યોગ, પાટણનો ઓટો એસિલરી ઉદ્યોગ, નાગલપર રાજકોટનો મેડિકોલ ડિવાઈસ ઉદ્યોગ તથા આણંદ અને મહીસાગરના ઈજનેરી ઉદ્યોગોને લાભ થશે.

અંદાજિત રૂપિયા 1223 કરોડનું કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ અને અંદાજે 20 હજાર નવી રોજગારી આ નવિન પ્રકલ્પો ભવિષ્યમાં પૂરી પાડશે. વધુમાં આ 8 વસાહતોમાં મોરબીમાં આશરે 500 હેક્ટર વિસ્તારમાં બનનારી નવી વસાહત તમામ અદ્યતન માળખાકીય તેમજ આનુસાંગિક સુવિધાઓથી સુસજ્જ એક મોડલ એસ્ટેટ બનશે. આ સાથે દહેજ, સાયખા, અંકલેશ્વર, હાલોલ, સાણંદ, વાપી અને લોધિકાની હયાત વસાહતોને પણ તમામ મૂળભૂત અને હાઈટેક સુવિધાઓ સાથે વિકસાવી મોડલ એસ્ટેટ બનાવવાનું આયોજન છે.

રાજ્ય સરકાર MSMEને વધુ વેગ આપવા માગે છે

ગુજરાત સરકારે MSMEને વધુ વેગ આપવાના હેતુથી રાજ્યની હયાત 9 ઔદ્યોગિક વસાહતોમાં મલ્ટીસ્ટોરી શેટ્સ-બહુમાળી શેડ બનાવવામાં આવશે. રાજ્યના પાંચ જિલ્લા વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા અને અમદાવાદમાં 360 નવા બહુમાળી શેડ નિર્માણ પામશે. લગભગ 100 કરોડ રૂપિયાનું કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ અને અંદાજે બે હજાર નવી રોજગારી ઉપલબ્ધ થશે, તેમ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઉમેર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.