ETV Bharat / state

જામનગર માટે ગૌરવની ક્ષણ, બાલાચડીના 5 વિદ્યાર્થીઓ સેનાના અધિકારી બન્યા - સેનાના અધિકારી

જામનગર સૈનિક સ્કૂલ બાલાચડીના પાંચ વિદ્યાર્થીઓ ઈન્ડિયન મિલિટ્રી એકેડેમી (IMA), દહેરાદૂન અને ઈન્ડિયન નેવલ એકેડેમી (INA) એઝિમલ્લામાંથી કમિશન થઈ અધિકારી બન્યા છે.

Soldier school
સૈનિક સ્કૂલ બાલાચડી
author img

By

Published : Jun 19, 2020, 9:52 AM IST

જામનગર: તાજેતરમાં 333 કેડેટ્સ આઈ.આઈ.એમ. દહેરાદૂનમાંથી સ્નાતક થઈ પાસ આઉટ પરેડનો ભાગ બન્યા હતા. તેમાં સ્કૂલના લેફ્ટિનન્ટ અભયકુમાર સિંહ, લેફ્ટિનન્ટ હિરેન ભેંસદડિયા, અને લેફ્ટિનન્ટ સાનિધ્ય શિવમ સ્કૂલ કમિશન થયા હતા. તથા આઈ.એન.એ. એઝિમલ્લામાંથી સબ.લેફ્ટિનન્ટ સુનિલ કુમાર યાદવ અને સબ.લેફ્ટિનન્ટ અમર પ્રેમ કમિશન પ્રાપ્ત કરી અધિકારી બન્યા. આ સમાચાર સૈનિક સ્કૂલ બાલાચડી માટે ગૌરવની ક્ષણ છે.

બાલાચડીના 5 વિદ્યાર્થીઓ સેનાના અધિકારી બન્યા

આ પ્રસંગે સૈનિક સ્કૂલ બાલાચડીના આચાર્ય ગૃપ કેપ્ટન રવિન્દરસિંહે તમામ યુવા અધિકારીઓને અભિનંદન આપ્યા હતા. તથા તેમના પરિવારજનોને પણ અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ કેડેટ્સની સફળતાથી સૈનિક સ્કૂલ બાલાચડી અને ગુજરાતના અન્ય વિદ્યાર્થીઓને સંરક્ષણમાં જોડાવવા માટે પ્રેરણા મળશે.આ ક્ષણે સ્કૂલના ઉપાચાર્ચ લેફ્ટિનન્ટ કમાન્ડર મનુ અરોરા, ઓફિસર સ્કોડન લિડર મહેશ કુમાર અને સ્કૂલના તમામ સ્ટાફે આ ગૌરવશાળી યુવા અધિકારીઓને અભિનંદન આપ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.