જામનગર: આ બેઠકમાં કલેક્ટર એસ. રવિશંકરે જણાવ્યું હતું કે, ”જે લોકો પરવાનગી સાથે પણ જામનગર જિલ્લામાં પ્રવેશી રહ્યા છે, તેઓ પોતે સંપર્ક યાદી જાળવે જેમાં તેઓ કેટલા લોકોને મળી રહ્યા છે. તે માટેની યાદી મેન્ટેન કરે, સાથે જ ગ્રામ પંચાયતમાં પણ કોમ્યુનિટી હોલ, પ્રાઇવેટ હોલ કે પ્રાથમિક શાળાઓને ક્વોરેંટાઇન સેન્ટર બનાવાયા છે. ગામમાં પણ જો કોઈ વ્યક્તિ સંક્રમિત જિલ્લાઓમાંથી પ્રવેશ કરે છે, તો લોકો તંત્રને તેની માહિતી આપે જેથી ગેરકાયદેસર રીતે આવેલી કોઈપણ વ્યક્તિથી સંક્રમણ ના ફેલાય તે માટેની પૂરતી તકેદારી લઈ શકાય.
ગ્રામ્યવિસ્તારોમાં સરપંચ પણ આ અંગે ગામલોકોને વધુ જાગૃત કરે તેમ કલેક્ટર એસ. રવિશંકરે અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં પોલીસ અધિક્ષક શરદ સિંઘલ, કમિશનર સતીશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, અધિક નિવાસી કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વસ્તાણી વગેરે અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.