આ દુકાનમાં આગ લાગતા જ તાત્કાલિક ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. એક ફાયર ફાઈટરની મદદથી આગને કાબુમાં લેવામાં આવી હતી. આ દુકાનમાં રાખાવમાં આવેલ મોબાઈલ તેમજ અન્ય ચીજવસ્તુઓ તેમજ માલસામાન બળીને ખાક થઈ ગયો હતો.
મોબાઇલની દુકાનમાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. પ્રાથમિક માહિતી અનુસાર દુકાનમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોઈ શકે છે. ગુરૂવારની રાત્રે એક વાગ્યે આગ લાગતા સ્થાનિક રહીશોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને અન્ય દુકાનોમાં આગ પ્રસરે તે પહેલાં જ તેને કાબૂમાં લેવામાં આવી હતી.