ETV Bharat / state

જામનગરના વિજયપુર ગામેથી 10 પાસ બોગસ ડોકટરને ઝડપી પાડતી જામનગર SOG પોલીસ

author img

By

Published : Oct 24, 2020, 1:37 PM IST

જામનગરના પોલીસ અધિક્ષક દીપન ભદ્રન સાહેબ દ્વારા જામનગર જિલ્લામાં ગેરકાયદે ચાલતી પ્રવૃતિઓ પર રોક લગાવવા કમર કસી ગુનેહગારો પર સીંકજો કસતા જણાઈ રહ્યા છે. ત્યારે જામનગર SOG એ વિજયપુર ગામેથી બોગસ ડોક્ટરને પકડી પાડ્યો છે.

jamnagar
જામનગરના વિજયપુર ગામેથી 10 પાસ બોગસ ડોકટરને ઝડપી પાડતી જામનગર SOG પોલીસ
  • જામનગરના વિજયપુર ગામેથી બોગસ ડોકટર ઝડપાયો
  • બાતમીને લઈને ડોકટરની કરી ધરપકડ
  • બોગસ ડોકટરને ઝડપી કુલ 3,458 નો મુદામાલ કબજે કર્યો

જામનગર: જિલ્લા પોલીસ વડા દીપેન ભદ્રન તથા મદદનીશ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેની સુચના તથા માર્ગદર્શન મુજબ SOG. PI એસ.એસ.નીનામાંની સૂચના મુજબ PSI આર.વી.વીછી તથા વી.કે.ગઢવી જામનગર ગ્રામ્ય વિસ્તારમાં SOG સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન SOG સ્ટાફના હેડ કોન્સ્ટેબલ અરજણભાઇ કોડીયાતર તથા ઘનશ્યામભાઈ ડેરવાળીયાને મળેલી બાતમીને લઈને જામનગર તાલુકાના વિજયપુર ગામે શ્રી નાથજી જનરલ સ્ટોરની દુકાનની આડમાં રાજેશભાઇ બચુભાઇ રાણપરીયા મેડીકલ ડોકટરને લગતી કોઈપણ ડિગ્રી ધરાવતાના હોવા છતા ડોકટર તરીકેની ખોટી ઓળખ આપી દર્દીઓને તપાસી તે દર્દીઓને અલગ અલગ પ્રકારની દવાઓ આપી પૈસા વસુલ કરે છે.

આરોપી વિરૂદ્ધ ગુજરાત મેડીકલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ કાર્યવાહી

આ હકીકતના આધારે રેડ કરી મજકુરના કબ્જામાંથી સ્ટેથોસ્કોપ મશીન, બી.પી.માપવાનું મશીન, તથા અલગ અલગ પ્રકારની દવાઓ મળી કુલ રૂપિયા 3,458 નો મુદામાલ કબજે કરેલ છે. તેમજ આરોપી વિરૂદ્ધ ગુજરાત મેડકીલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ કાયદેસર કાર્યવાહી કરેલ છે. જેમાં મજકુર આરોપીની પુછપરછ કરતા તેણે ધોરણ 10 સુધી જ અભ્યાસ કરેલ હોવાની હકીકત જણાવેલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.