જામનગરમાં મોટા પ્રમાણમાં ટ્યૂશન કલાસીસ જોવા મળી રહ્યા છે અને તે પણ NOC વિનાના... આજે જિલ્લા કલેકટર રવિ શંકર અને કમિશનર સતીશ પટેલના આદેશ બાદ ફાયર સેફ્ટીના સાધનો હજુ પણ ટ્યૂશન ક્લાસિસમાં લગાવવામાં આવ્યા નથી. તેથી શહેરના જુદા-જુદા ક્લાસિસમાં રેડ કરવામાં આવી હતી. જો કે, રવિવાર હોવાથી મોટાભાગના કલાસીસ બંધ હાલતમાં હતા. ઉલ્લેખનીય છે કે, શહેરમાં પટેલ કોલોની, એમ્યુઝમેન્ટ પાર્ક અને ખંભાળિયા ગેટ બહાર સહિતના વિસ્તારોમાં ચાલતા ટ્યુશન કલાસિસને બંધ કરાવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો અન્ય જગ્યાએ પણ ચકાસણી કરવામાં આવી હતી
મહત્વનું છે કે, ખાનગી શાળાઓ પણ ફાયરસેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળી રહ્યો છે. તો જામનગરની જી.જી.હોસ્પિટલમાં પણ ફાયર સેફટીના સાધનોની એક્સપાયરી ડેટ ચાલી ગઈ છે. ત્યાં પણ તપાસ કરવામાં આવશે.