ETV Bharat / state

જામનગરમાં 61 લાખ NFSA કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ મળશે - કોવિડ 19

સમગ્ર દેશમાં જ્યારે લોકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે રાજ્યની સંવેદનશીલ સરકારે એન.એફ.એસ.એ કેટેગરીમાં આવતા તમામ કાર્ડધારકો કે જેની જન સંખ્યા સવા ત્રણ કરોડ જેટલી છે, તેઓને રાશન આપવામાં આવશે.

જામનગરમાં 61 લાખ  NFSA કાર્ડધારકોને  વિનામૂલ્યે મળશે અનાજ

author img

By

Published : Apr 12, 2020, 8:43 PM IST

જામનગર : કોરોના સંકટને નિવારવા ભારત સરકાર દ્વારા લોકડાઉન કરવામાં આવ્યું છે. લોકોને સલામત રાખવા સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, ત્યારે દરેક વર્ગના લોકોને અન્ન મળી રહે તે માટે રાજ્યની સંવેદનશીલ સરકાર દ્વારા એન.એફ.એસ.એ. કેટેગરીમાં આવતા તમામ 65.40 લાખ કાર્ડધારકો કે જેની જન સંખ્યા સવા ત્રણ કરોડ જેટલી છે, તેઓને રાશન વિતરણ કરવામાં આવશે.

આ તકે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું કે, રાજ્યમાં દરેક વર્ગને સરકાર દ્વારા સંવેદના રાખી વિના મૂલ્યે રાશન વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં નોન એન.એફ.એસ.એ 3.40 લાખ BPL કાર્ડધારકો કે જેની જનસંખ્યા 150 લાખ છે તેમને અને ત્યારબાદ જે લોકો પાસે કોઈ આધાર પુરાવા નથી તેવા આધાર વિહોણા કુટુંબો કે જેઓ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં રોજીરોટી માટે આવેલા છે તેવા લોકોની વહારે પણ રાજ્ય સરકારે આવીને અન્ન બ્રહ્મ યોજનામાં તેમનો સમાવેશ કરી તેમને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે.

કોરોનાના આવા કપરા સમયે જે લોકો અન્ન સલામતી કાયદા હેઠળ આવતા નથી અને નોન એન.એફ.એસ.એ, એ.પી.એલ.-૧ કેટેગરીમાં આવે છે તેવા લોકોને પણ હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ આવશ્યકતા અનુસાર પુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ કેટેગરીના કુલ 61 લાખ કાર્ડધારકો કે જેની જનસંખ્યા આશરે અઢી કરોડ જેટલી થાય છે તેઓને આવતીકાલથી રાજ્ય સરકાર દ્વારા અનાજનું વિતરણ કરવામાં આવશે. આ અનુસાર એક કાર્ડ દીઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ, 1 કીલો ચણા અથવા ચણાદાળ આપવાનું રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

આ સમયે રાજ્યપ્રધાને લોકોને અનુરોધ કર્યો છે કે, જેમની પાસે અનાજનો પર્યાપ્ત જથ્થો છે તેવા નોન એન.એફ.એસ.,એ એ.પી.એલ.-1 રેશનકાર્ડ ધરાવતા પરિવારો જરૂરિયાતમંદ લોકો માટે તેમનો જથ્થો જતો કરી નૈતિક જવાબદારીનું પાલન કરી શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.