જામનગરની જી.જી. હોસ્પિટલની જૂની બિલ્ડિંગને રૂ.400 કરોડના ખર્ચે અપગ્રેટ કરવામાં આવશે. અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા તેમજ સાંસદ પૂનમબેન માડમ તથા રાઘવજીભાઈ પટેલના પ્રયાસોને સફળતા મળી છે.
જામનગરની જી.જી. હોસ્પિટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. જામનગર જિલ્લો ઉપરાંત જૂનાગઢ ,કચ્છ ,પોરબંદર તથા બીજા જિલ્લામાંથી પણ દર્દીઓ મોટી સંખ્યામાં આવે છે. સારવાર અર્થે આવતા દર્દીઓને પૂરતી સુવિધા મળી રહે તે માટે રાજ્ય સરકારે બજેટમાં જી.જી.હોસ્પિટલ માટે અલગથી ભંડોળની જોગવાઇ કરી છે.
જામનગરમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ એકઠા થયા હતા. શહેર ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.