ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વાર ગુરૂવારના રોજ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. સમગ્ર રાજ્યનું ૭૧.૯૧ ટકા પરીણામ આવ્યું છે, જેમાં સમગ્ર રાજ્યમાં જામનગર જિલ્લાના ધ્રોલ કેન્દ્રનું સૌથી વધુ ૯૧.૬૦ ટકા પરિણામ આવ્યુ છે. સવારે પરિણામ જાહેર થતા જ ધ્રોલમાં ઉજવણી શરુ થઇ ગઈ. શાળાના સંચાલકોએ એકબીજાને મીઠાઈ વેચી. પરિણામને વધાવીને બિરદાવ્યું હતું.
ધ્રોલ તાલુકામાં વિજ્ઞાન પ્રવાહની ત્રણ શાળાઓ વચ્ચે એક કેન્દ્ર ફાળવાયું છે. ત્રણ શાળાના કુલ ૪૯૦ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં ૪૪૭ વિધાર્થીઓ ઉતીર્ણ થયા છે. સારા પરિણામને પગલે શાળાના વિદ્યાર્થીઓ જુમી ઉઠયા હતા. વિદ્યાર્થીઓની ઉજવણીમાં સુર પુરાવી સંચાલકો પણ ગરબે ઘૂમી,ઉજવણી કરી હતી. એ વન ગ્રેડ સાથે ઉત્તિણ થનાર છાત્રોએ મહેનત અને શાળા સહકાર તેમજ માતા-પિતાના આશીર્વાદ અને પ્રોત્સાહન થાકી પરિણામ મેળવ્યું હોવાનો ભાવ રજુ કર્યો હતો.