ETV Bharat / state

ગીર સોમનાથના હરણાસા ગામના યુવકોની પહેલ, ગૌશાળામાં ઓક્સિજનની સુવિધાવાળા 8 સહિત 14 બેડની હોસ્પિટલ ચાલુ કરી - ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાઇરસ કેસ

ગીર સોમનાથના હરણાસા ગામના યુવકોએ એક અનોખી રીતે જ આરોગ્ય સેવાની પહેલ કરી છે. જેમાં ગૌશાળામાં ઓક્સિજનની સુવિધાવાળા 8 સહિત 14 બેડની હોસ્પિટલ ચાલુ કરી દર્દીઓને તેઓ નિ:શુલ્ક સારવાર આપી રહ્યા છે.

ગીર સોમનાથના હરણાસા ગામના યુવકોની પહેલ, ગૌશાળામાં ઓક્સિજનની સુવિધાવાળા 8 સહિત 14 બેડની હોસ્પિટલ ચાલુ કરી

author img

By

Published : May 6, 2021, 5:48 PM IST

  • કોરોનાની બીજી લહેરમાં ગ્રામજનો સારવાર માટે બન્યા આત્મનિર્ભર
  • હોસ્પીટલમાં આવતા દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી છે
  • સારવાર પાછળ થતો ખર્ચ યુવાનો ફાળો એકત્ર કરી ભેગો કરી રહ્યા છે

ગીર સોમનાથ: કોરોનાની બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની સારવાર પૂરતી ન થતી હોવાથી નોધારા બન્યા છે. ત્યારે ગ્રામલોકો આત્મનિર્ભર બની સ્વયં સારવારની સુવિધાઓ ઉભી કરી રહ્યા છે. આવું જ કંઈક ગીર સોમનાથ જિલ્લાના હરણાસા ગામના યુવકોએ કરી બતાવ્યું છે. જેમાં ગામની ગૌશાળામાં યુવાનો દ્વારા ઓક્સિજનની સુવિધા સાથેની હંગામી હોસ્પિટલ આજથી શરૂ કરવામાં આવી છે. જેમાં ગામના લોકો હેરાન ન થાય એ માટે ચેકઅપ, રીપોર્ટ સાથે દાખલ થવાની સુવિધા ઉભી કરવામાં આવી છે.

હરણાસા ગામના યુવાનો દ્વારા ગોકુળ ગૌશાળામાં નિઃશુલ્ક હોસ્પીટલની સેવા ચાલુ કરાય છે. ગામના યુવાનો દ્વારા દાખલ દર્દીઓ માટે ચા-નાસ્તો અને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ કોઈ દર્દી દાખલ થાય તો એક પણ રૂપિયો લીધા વગર લોક ફાળો કરીને યુવાનો સેવા યજ્ઞ આગળ ધપાવી રહ્યા છે.

ગીર સોમનાથના હરણાસા ગામના યુવકોની પહેલ, ગૌશાળામાં ઓક્સિજનની સુવિધાવાળા 8 સહિત 14 બેડની હોસ્પિટલ ચાલુ કરી
ગીર સોમનાથના હરણાસા ગામના યુવકોની પહેલ, ગૌશાળામાં ઓક્સિજનની સુવિધાવાળા 8 સહિત 14 બેડની હોસ્પિટલ ચાલુ કરી

ગૌશાળામાં શરૂ કરી હોસ્પિટલ

ગૌશાળાના યુવાનો દ્વારા 8 બેડ ઓક્સીજનની સુવિધાવાળા અને 6 બેડ સામાન્ય મળી કુલ 14 બેડની સુવિધા સાથેની હંગામી હોસ્પિટલ ચાલુ કરવામાં આવી છે. જેમાં ડોક્ટરો દ્વારા પણ નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે. આનંદપરા ગામના ડો.અજય છાત્રોડિય ( BAMS ) તથા નર્સિંગ સ્ટાફના સુભાષ નાઘેરા, ભીખા ભાઈ નાઘેરા, કૌશિક નાઘેરા નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે આ તબીબી સ્ટાફ સાથે ગામના 15 જેટલા યુવાનો ખડેપગે ઉભા રહી સેવા કરે છે. ગામમાંથી તપાસ માટે આવતા ગ્રામજનોને કોરોના ટેસ્ટ, બ્લડ રિપોર્ટ સહિત તમામ ટેસ્ટ કરવામાં આવે છે. તેમજ કોરોના ક્રિટિકલ દર્દીને જરૂર પડે તો દાખલ કરી સારવાર પણ આપવામાં આવે છે. ગામમાં વાડી વિસ્તારમાં રહેતા લોકો પાસે ગાડીની વ્યવસ્થા ન હોઈ તો તે પણ કરી આપી અનેરી સેવા કરવામાં આવે છે.

આ સેવાયજ્ઞ સાથે જોડાયેલ યુવકે જણાવ્યું હતું કે, વર્તમાન કોરોનાની બીજી લહેરમાં શહેરોમાં ક્યાંય બેડ મળતા ન હોવાથી કોરોનાના દર્દીઓને જ્યાં ત્યાં ભટકવું પડે છે. આ પરિસ્થિતિમાં સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓની સ્થિતિ બગડે છે. અમારા ગામમાં પણ ઘણા લોકો કોરોનાના ટેસ્ટ કરાવવા અને પ્રાથમીક સારવાર મેળવવા હેરાન થયા હોવાથી અમોએ ઘરઆંગણે જ ગ્રામજનોને સારવાર મળે તે માટે ગૌશાળામાં હોસ્પીટલ શરૂ કરવાનો વિચાર કરી અમલ કર્યો છે. જેનો ગ્રામજનોને લાભ પણ મળી રહ્યો છે.

ટેસ્ટિંગ કીટના અભાવને કારણે વધી રહ્યું છે સંક્રમણ

ગામડામાં ‘ટ્રીપલ ટી’ નિષ્ફળ રહ્યું છે. ત્યારે બીજી તરફ આરોપ એવો પણ છે કે, ગામડાઓમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના આયોજન મુજબ ટ્રીપલ ટી મુજબ કામ નથી થઈ રહ્યું. ગામડાઓમાં પુરતા પ્રમાણમાં ટેસ્ટિંગ કીટ નથી જેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતા શંકાસ્પદ દર્દીઓએ ટેસ્ટ કરાવ્યા વગર જ પરત ફરવું પડી રહ્યું છે. આમ, ટેસ્ટિંગ ન થવાના કારણે દર્દીઓનું ટ્રેકિંગ અને ટ્રરીટમેન્ટ પણ નથી થતું જેના કારણે ગામડાઓમાં વધુ સંક્રમણ ફેલાઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.