ગીર સોમનાથઃ કોરોનાના ભયના કારણે દેશભરમાં બહારથી આવેલા લોકોને હોમ ક્વોરન્ટાઇન કરાયા છે, ત્યારે તેઓ ક્વોરન્ટાઇનનું પાલન કરે છે કે કેમ તેની માહિતી રાખવા આશા વર્કર બહેનોને જવાબદારી સોપાઈ છે. પરંતુ કેટલાક લોતો પોતાની ફરજ ન નિભાવતા આશાવર્કર બહેનોને પોતાનું કામ ન કરવા માટે ધમકાવી રહ્યાં હોવાના કિસ્સા બહાર આવી રહ્યાં છે.
આવો જ એક કિસ્સો ગીરસોમનાથના મુખ્યમથક વેરાવળમાં અલીભાઈ સોસાયટીમાં બન્યો હતો. ત્યાં ટોળાએ ફરજ પર ગયેલી 2 આશા વર્કર બેહનોને ટોળાએ રોકીને ધમકાવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિએ તેની મરજી વગર વિસ્તારમાં તપાસ કરવાની મનાઈ કરી હતી. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.
જિલ્લા પોલીસવડાને આ અંગે જાણ કરતાં ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરીને આરોપી વિરુદ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને એપિડેમીક એકટ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.