ETV Bharat / state

કોડીનાર નજીક સિંહ પરિવારે વાછરડાનું મારણ કરી મિજબાની માણી - કોડીનાર

કોડીનાર પંથકમાં 25 ફેબ્રુઆરીએ એક ઘટના સામે આવી છે. જેમાં એક સિંહણ તેના બે બચ્‍ચા સાથે કોડીનાર બાયપાસ પાસે દુદાણા ગામની હાઇવેની એક સાઇડમાં વાછરડાનું મારણ કરી મિજબાની માણી હતી.

કોડીનાર નજીક સિંહ પરિવારે વાછરડાનું મારણ કરી મિજબાની માણતો વીડિયો વાયરલ

author img

By

Published : Feb 26, 2021, 10:21 PM IST

  • કોડીનાર બાય પાસ પાસે એક સિંહણ અને તેના બે બચ્ચા પહોંચ્યા
  • કોડીનારનાં દુદાણા ગામ નજીક હાઈવેની બાજુમાં કર્યું વાછરડાનું મારણ
  • વિડીયો સોશીયલ મિડીયામાં વાયરલ થતાં સિંહ દર્શન માટે લોકો ઉમટ્યા
    કોડીનાર નજીક સિંહ પરિવારે વાછરડાનું મારણ કરી મિજબાની માણતો વીડિયો વાયરલ
    કોડીનાર નજીક સિંહ પરિવારે વાછરડાનું મારણ કરી મિજબાની માણતો વીડિયો વાયરલ

કોડીનાર: ગીર જંગલના રાજા એવા સિંહો વારંવાર ખોરાકની શોઘમાં ફરતાં ફરતાં શહેરના સીમાડે અને ગ્રામ્‍ય વિસ્‍તારોની શેરીઓ સુઘી પહોંચી મારણ કર્યાની ઘટનાઓ દિન-પ્રતિદિન સામે જોવા મળે છે. આવી જ વઘુ એક ઘટના ગઇકાલે 25 ફેબ્રુઆરીએ રાત્રીના જીલ્‍લાના કોડીનાર પંથકમાંથી સામે આવી છે. જેમાં એક સિંહણ તેના બે બચ્‍ચા સાથે કોડીનાર બાયપાસ પાસે દુદાણા ગામની હાઇવેની એક સાઇડમાં વાછરડાનું મારણ કરી મિજબાની માણી હતી.

સિંહ દર્શનનો લ્‍હાવો લેવા લોકો ઉમટ્યા

શહેરના પાદરમાં સિંહ આવી ચડયો હોવાની વાત શહેરભરમાં પ્રસરતા મોટી સંખ્‍યામાં લોકો મિજબાની માણતા સિંહ દર્શનનો લ્‍હાવો લેવા પહોંચી ગયા હતાં. આ અદભુત ર્દશ્‍યો કોઇ રાહદારીએ મોબાઇલમાં કેદ કર્યો હતો. જેનો વીડિયો સોશીયલ મિડીયામાં વાયરલ થયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.