ETV Bharat / state

NHAIની નિષ્ક્રિયતા, સોમનાથના માર્ગો થયાં અતિ બિસ્માર - અતિ બિસ્માર હાલત

ગીર સોમનાથઃ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને દેશ વિદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. ત્યારે NHAI ની નિષ્ક્રિયતાના કારણે રસ્તાઓ દુર્લભ બન્યા હોવાથી સ્થાનિકો અને યાત્રિકોનો ભારે પરેશાનની સામનો કરવો પડી રહ્યોછે.છે.

somanath roads
author img

By

Published : Aug 16, 2019, 2:58 PM IST

શ્રાવણ માસમાં દેશ અને દુનિયાના શિવભક્તો સોમનાથ મહાદેવના દર્શને આવે છે. ત્યારે પરિવાર સાથે ખાનગી વાહનમાં આવતા લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે. ગીરસોમનાથમાં સ્થપાયેલા 3 મહાકાય ખાનગી ઉદ્યોગોના માલસામાનની હેરફેર કરતા ટ્રકો પણ આ રસ્તાઓ પરથી પસાર થાય છે. હિરણ નદી પર બનાવવામાં આવેલ પુલ મોટી જાનહાનીની રાહ જોતો હોય તેમ બિસ્માર પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવાય રહ્યો છે. સાથે જ જેતપુર અને ભાવનગરને સોમનાથ સાથે જોડતા હાઈવે પર સુખસાગર સર્કલનો રસ્તો પણ અતિ બિસ્માર બન્યો છે. ત્યારે આ રસ્તાઓ પર પોચી માટી નાખીને નેશનલ હાઇવે ઓથોરીટી ખાડા ભરવાના નિરર્થક પ્રયત્નો કરી રહી છે. ઓછામાં પૂરું હોય તેમ NHAI દ્વારા બાળ મજૂરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

સોમનાથના માર્ગો અતિ બિસ્માર હાલતમાં

NHAI ની ઓફિસે જ્યારે ઈટીવી ભારતની ટિમ પહોંચી હતી ત્યારે સ્થાનિક અધિકારીઓ માહિતી આપી શકશે નહી અને માહિતી જોઈએ તો દિલ્લીથી જ મળશે તેમ જણાવ્યું હતું. ત્યારે પ્રશ્ન થાય છે કે, જો લોકોની સમસ્યાઓને વાચા આપનાર પત્રકારોને માહિતી દિલ્લીથી મળશે તેવા ઉડાવ જવાબ આપવામાં આવે છે તો સામાન્ય જનતાની ફરિયાદ કોન સાંભળશે અને કેવા જવાબ મળતા હશે તે તો જોવું રહ્યું.

Intro:ગીરસોમનાથ જિલ્લામાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ના દર્શને શ્રાવણ માસમાં દેશ વિદેશ માંથી શ્રદ્ધાળુઓ આવે છે ત્યારે "નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયા"N.H.A.I ની નિષ્ક્રિયતા ના કારણે રસ્તાઓ દુર્ભર બન્યા છે.
અને રસ્તાઓ ના સમારકામ માટે જે રસ્તો અપનાવાયો છે એ રસ્તાઓ ને વધુ કપરા બનાવે છે. વર્ષો થી જ સોમનાથ ભાવનગર હાઇવે પર બનાવેલ પુલ, અને સોમનાથ સર્કલ ખાતે વરસાદ આવતા ની સાથેજ રસ્તાઓ નું ધોવાણ થઈ જાય છે. ત્યારે સ્થાનિકો અને બહાર થી આવતા યાત્રિકો પરેશાન થઈ રહ્યા છે.Body:શ્રાવણ માસમાં દેશ અને દુનિયા ના શિવભક્તો સોમનાથ મહાદેવ ના દર્શને આવે છે. પરિવાર સાથે ખાનગી વાહનમાં આવતા લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે. તો સાથેજ ગીરસોમનાથ માં સ્થપાયેલા 3 મહકાય ખાનગી ઉદ્યોગો ના માલસામાન ની હેરફેર કરતા ટ્રકો પણ આ રસ્તાઓ પરથી પસાર થાય છે. ત્યારે હિરણ નદી પર બનાવાયેલ પુલ મોટી જાનહાની ની રાહ જોતો હોય તેમ બિસ્માર પરિસ્થિતિમાં ઉપયોગમાં લેવાય રહ્યો છે. સાથેજ જેતપુર સોમનાથ હાઇવે અને ભાવનગર સોમનાથ હાઇવે ને સોમનાથ સાથે જોડતા સુખસાગર સર્કલે પણ રસ્તો બિસમાર બન્યો છે. અને એમાં પોચી માટી નાખીને નેશનલ હાઇવે ઓથોરીટી રસ્તા ના ખાડા ભરવાના નિરર્થક પ્રયત્નો કરી રહી છે. અને ઓછામાં પૂરું હોય તેમ nhai દ્વારા બાળ મજૂર નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમ વીડિયો માં જોઈ શકાય છે કે 18 વર્ષ થી ઘણી નાની લાગતી એક બાળકી દ્વારા માટી અને પથ્થર નાંખવાનું કામ કરાવાય રહ્યું છે.Conclusion:ત્યારે નેશનલ હાઇવે ઓથોરીટી ની ઓફિસે જ્યારે ઇટીવી ભારત ની ટિમ પહોંચી હતી ત્યારે સ્થાનિક અધિકારી પોતે માહિતી નહિ આપી શકે અને માહિતી જોઈએ તો દિલ્લી થી જ મળી શકે તેમ જણાવ્યું હતું. ત્યારે વિચારવાનો પ્રશ્ન એ થાય છે કે જો લોકો ની સમસ્યાઓ ને વાચા આપનાર પત્રકારો ને માહિતી દિલ્લી થી મળશે એવા ઉડાવ જવાબ આપવામાં આવે છે તો સામાન્ય જનતા ની ફરિયાદ ના કેવા જવાબ મળતા હશે તે તો ઈશ્વર જ જાણે...

બાઈટ-ભગાભાઈ -રાહદારી

1 વોકથરુ ફસાયેલા ટ્રક ના ડ્રાઈવર સાથે
1 પીટુસી n.h.a.i ની ઓફીસ ની બહાર...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.