ETV Bharat / state

વેરાવળ નગરપાલિકાને છ દિવસમાં 7.5 લાખની આવક

વેરાવળ પાલિકા તંત્રને પાંચ દિવસમાં થયેલી નોંધપાત્ર આવકની પાછળનું કારણ પાલિકાની ચૂંટણી છે. વેરાવળ-પાટણ ચુંટણી જંગમાં ઝંપલાવવા થનગનતા લોકોએ છ દિવસમાં પાલિકાની જોળીમાં અંદાજે 7.5 લાખ જેવી રકમ ઠાલવી દેતા તંત્ર રાજીનું રેડ થઇ ગયું હોવાનું જાણવા મળ્યું છે.

author img

By

Published : Feb 16, 2021, 1:23 PM IST

વેરાવળ પાલિકાને છ દિવસમાં 7.5 લાખની આવક થઇ

  • વેરાવળ પાલિકાને છ દિવસમાં 7.5 લાખની આવક થઇ
  • કરવેરાની તમામ રકમ ભરપાઇ કર્યાની 313 NOC પાલિકાએ ઇશ્યૂ કરી
  • કરવેરાની બાકી કરોડોની રકમ વઘારવા ઝૂંબેશ ચલાવતા તંત્રને ચૂંટણીની મોસમમાં બેઠા-બેઠા લાખોની આવક

ગીર સોમનાથ: વેરાવળ પાલિકા ચૂંટણી જંગમાં ઝંપલાવવા થનગનતા લોકોએ છ દિવસમાં પાલિકાની જોળીમાં અંદાજે 7.5 લાખ જેવી રકમ ઠાલવી દેતા તંત્ર રાજીનું રેડ થઇ ગયુ હોવાનું જાણવા મળ્યું છે. આવી ચૂંટણી મોસમ વારંવાર આવે તેવી લાગણી પણ પાલિકાકર્મીઓ વ્‍યકત કરી રહ્યા છે.

વેરાવળ પાલિકા તંત્રને પાંચ દિવસમાં થયેલી નોંઘપાત્ર આવકની પાછળનું કારણ પાલિકાની ચૂંટણી

વેરાવળ પાલિકા તંત્રને પાંચ દિવસમાં થયેલી નોંઘપાત્ર આવકની પાછળનું કારણ પાલિકાની ચૂંટણી છે. કારણ કે, વેરાવળ પાટણ પાલિકાની 44 બેઠકોની ચૂંટણી લડવા ઇચ્‍છતા લોકોને ઉમેદવારી ફોર્મ તા.8થી 13 ફેબ્રુઆરી સુઘીમાં ભરવાનું હતું. પાલિકાની ચૂંટણી લડવા ઇચ્‍છા ઘરાવતા લોકોએ ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા હાઉસટેક્ષ, પાણી વેરો, લાઇટ વેરો, વ્‍યવસાય વેરો, ગુમાસ્‍તા વેરા સહિતના તમામ પ્રકારના પાલિકાના વેરા ભરેલા હોવા જોઇએ.

કોઇ વેરા બાકી હોય તો તે ભર્યા પછી NOC મેળવીને ફોર્મ ભરી શકવાનો નિયમ

જો કોઇ વેરા બાકી હોય તો તે ભર્યા પછી NOC મેળવીને ફોર્મ ભરી શકવાનો નિયમ છે. આ નિયમના કારણે પાલિકાની ચૂંટણી જંગલમાં લોક સેવા માટે ઝંપલાવવા માંગતા લોકોએ પાલિકાની જોળી છલકાવી દીઘી છે. જે અંગે પાલિકામાંથી પ્રાપ્‍ત વિગતો મુજબ 8થી 13 ફેબ્રુઆરી 6 દિવસમાં તમામ પ્રકારના વેરા ભરપાઇ કરેલી હોવાની 313 લોકોને NOC આપવામાં આવી છે. જેના થકી પાલિકાને અંદાજે સાડા સાત લાખ જેવી રકમની આવક થઇ છે. આ ઉપરાંત 303 લોકોના ઘરે શૌચાલયો હોવાની પણ NOC આપવામાં આવી છે.

પાલિકાને કરવેરાની ખાસ રકમની બેઠા-બેઠા આવક થાય તેવી પાલિકા વર્તુળમાં ચર્ચાઓ

અત્રે નોંધનીય છે કે, પાલિકા કરવેરાની કરોડોની બાકી વસૂલાત માટે ઢોલ-નગારા વગાડવાથી લઇને નોટિસો ઇશ્યૂ કરવી, જપ્‍તી કરવા સહિતની ઝૂંબેશો ચલાવે છે. તેમ છતાં પણ કરવેરા ભરવા બાબતે લોકો બેદરકારી દાખવતા જોવા મળે છે. આવા સમયે પાલિકાની ચૂંટણીનું બ્‍યુગુલ ફુંકાતા ઉમેદવારી કરવા થનગનતા લોકો સામેથી આવી કરવેરાની બાકી રકમ ભરી જતા જોવા મળે છે. જેથી વારંવાર ચૂંટણીની મોસમ આવતી રહે તો પાલિકાને કરવેરાની ખાસ રકમની બેઠા-બેઠા આવક થાય તેવી ચર્ચાઓ પાલિકા વર્તુળમાં થઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.