ગીર સોમનાથઃ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે શહેરના હાદ સમાન વિસ્તાર એવા વેરાવળ- જૂનાગઢ હાઇવે પર આવેલ ખાનગી હોસ્પિટલના બે ડોકટર અને કમ્પાઉન્ડરને કોરોના પોઝિટિવ આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે ગુરૂવારના રોજ વહીવટીતંત્ર, પોલીસતંત્ર અને આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે.
હોસ્પિટલની મુલાકાત સવારે લીધા બાદ હોસ્પિટલને સીલ કરી હોસ્પિટલનો 16 લોકોનો સ્ટાફને પણ કોરોન્ટાઇન કરાયો હતો. તેમજ બન્ને ડોકટરના રહેણાંક વિસ્તારને પણ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.