ETV Bharat / state

Vaccination campaign: ગીર-સોમનાથ જિલ્‍લામાં ફકત પાંચ રસીકરણ કેન્દ્ર હોવાથી લોકોને કરવી પડી રઝળપાટ - ગીર-સોમનાથ લોકતલ ન્યુઝ

ગીર-સોમનાથ (Gir Somnath) જિલ્લામાં વેકસીનના ડોઝનો જથ્‍થો ઉપરી કક્ષાએથી નિયમીત જરૂરીયાત મુજબ ન ફાળવાતો હોવાથી સમગ્ર જિલ્‍લામાં વેકસીન લેવા આવતા લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે. જિલ્‍લામાં દરરોજ સરેરાશ 100 વેકસીન સાઇટો ચાલુ હોવા સામે 29 જૂન મંગળવારે માત્ર પાંચ જ રસીકરણ સેન્‍ટરો (veccination center) ચાલુ છે. વેકસીન માટે થઇ રહેલા ધક્કાથી લોકો તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે.

vaccination-campaign-as-there-are-only-five-vaccination-centers-in-gir-somnath-district-people-had-to-wander
Vaccination campaign: ગીર-સોમનાથ જિલ્‍લામાં ફકત પાંચ રસીકરણ કેન્દ્ર હોવાથી લોકોને કરવી પડી રઝળપાટ
author img

By

Published : Jun 30, 2021, 9:25 AM IST

  • ગીર-સોમનાથ જિલ્‍લામાં ફકત પાંચ રસીકરણ કેન્દ્ર ચાલુ
  • જિલ્‍લાને વેકસીનનો જથ્‍થો ફાળવતા ટાઇમ ટેબલમાં ફેરફાર
  • વેકસીન ન મળતા મોટા-ભાગના સેન્‍ટરો બંઘ રહ્યા

ગીર-સોમનાથ: 18 થી 45 વયજૂથના નાગરિકોના રસીકરણ માટે 1લી એપ્રિલથી રસીકરણ અભિયાન (Vaccination campaign) શરુ થયુ છે. આ તબક્કામાં કેન્દ્ર સરકારના તમામ રસીકરણ કેન્દ્રો(veccination center)માં લસી આપવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 1લી મેથી રસી લેનારા નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા શરુઆતી તબક્કામાં પૂણેની સિરમ ઇન્સ્ટિટ્યૂટી (serum institute of pune) પાસેથી 1 કરોડ તેમજ હૈદરાબાદની ભારત બાયોટેક (Bharat biotech of Hydrabad) પાસેથી કોવેક્સીનના 50 લાખ ડોઝ મંગાવવામાં આવ્યા હતા. તો હાલ રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ રિકવરી રેટ પણ વધી રહ્યો છે. ત્યારે રાજ્યમાં 29 જૂન સુધીમાં નાગરિકોને કોરેોનાની રસીના બે કરોડ 51 લાખ 28 હજાર 252 ડોઝ આપવામાં આવ્યા છે.

ગીર-સોમનાથ જિલ્‍લામાં ફકત પાંચ રસીકરણ કેન્દ્ર હોવાથી લોકોને કરવી પડી રઝળપાટ

મંગળવારે માત્ર પાંચ જ રસીકરણ સેન્‍ટરો ચાલુ

ગીર-સોમનાથ જિલ્લામાં વેકસીનના ડોઝનો જથ્‍થો ઉપરી કક્ષાએથી નિયમીત જરૂરીયાત મુજબ ન ફાળવાતો હોવાથી સમગ્ર જિલ્‍લામાં વેકસીન લેવા આવતા લોકોને ધકા ખાવા પડી રહ્યા છે. જિલ્‍લામાં દરરોજ સરેરાશ 100 વેકસીન સાઇટો ચાલુ હોવા સામે 29 જૂન મંગળવારે માત્ર પાંચ જ રસીકરણ સેન્‍ટરો ચાલુ છે. વેકસીન માટે થઇ રહેલા ધક્કાથી લોકો તંત્ર સામે રોષ ઠાલવતા જણાવે છે કે, અમારે પેટ ભરવા મજુરીએ જવું કે રસી લેવા ધકકા ખાવા ? તંત્રએ અમોને એક જ ધકકામાં રસી મળી રહે તેવી વ્‍યવસ્‍થા ગોઠવવી જોઇએ તેવી માંગણી કરી રહ્યા છે.

વેકસીનના ડોઝ ન ફાળવવામાં આવતા હોવાથી લોકોને હાલાકી

21 જૂનથી ઓન ધ સ્‍પોટ રજીસ્ટ્રેશન સાથે રસીકરણના મહા અભિયાનનો પ્રારંભ કરાવી રાજય સરકાર લોકોને વેકસીન લેવા માટે મસમોટી જાહેરાતો સાથે અપીલ કરે છે. પરંતુ સ્‍થાનીક કક્ષાએ જરૂરીયાત મુજબના વેકસીનના ડોઝ ન ફાળવવામાં આવતા હોવાથી લોકોને ભટકવું પડે છે. આવી જ પરિસ્‍થ‍િતિ વેરાવળ સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્‍લામાં જોવા મળી રહી છે. વેરાવળ સહિત સર્વત્ર તાલુકાઓમાં રસી લેવા માટે લોકોને ધકા ખાવા પડી રહ્યા છે. તેમાં પણ છેલ્‍લા બે દિવસથી મોટાભાગના રસીકરણ સેન્‍ટરો પર તાળા અથવા અપૂરતા વેકસીનના ડોઝ હોવાથી પરેશાની ભોગવવી પડતી હોવાની લોકો આક્ષેપ કરી રહ્યા છે. આવું જ સોમનાથ સાંનિઘ્‍યે ટીએફસી બિલ્‍ડીંગમાં કાર્યરત કરાયેલા વેકસીનેશન સેન્‍ટરમાં બે દિવસથી અલીગઢી તાળા હોવાથી લોકોને ધકકા ખાવા પડી રહ્યા છે.

રસીકરણ કેન્દ્રો પર શ્રમિકો સવારે 7 વાગ્યાથી જોઈ છે રાહ

29 જૂનના રોજ રસીકરણ સેન્ટર પર સવારે રસી લેવા આવેલા લક્ષ્મી જણાવ્યુ કે, ત્રણ દિવસથી અમો ડોઝ લેવા માટે ધકકા ખાઇ રહ્યા છે. અહીં કોઇ જવાબદાર વ્‍યકિત હાજર ન હોવાથી અમો સવારના 7 વાગ્‍યાના બેઠા છીએ 11 વાગ્‍યા સુઘી કોઇ આવ્યુ નથી. અમોને વેકસીન મળશે કે કેમ? તે બાબતની કોઇ જાતની સુચના પણ આપતા નથી. અમારે મજુરીએ જવાનું ટાળી રસી લેવા માટે કેટલા દિવસો સુઘી ધકકા ખાવા પડશે ? તેવો સવાલ તંત્રને પુછી રહ્યાછે. જયારે કિશન વાજાએ જણાવ્યુ કે, અમો મજૂર વર્ગના લોકો છે અમારે રસી માટે કેટલા દિવસો સુઘી ધકકા ખાવા પડશે ? તંત્રએ વેકસીન અપાવવા અંગે મજુર વર્ગના લોકોનો દિવસ ન પડે તે બાબતને ઘ્‍યાનમાં રાખી આયોજન કરવું જોઇએ. અમો રસી લેવા બુથ પર આવેલા પરંતુ વેકસીન નહીં મળે તેવું દર્શાવતી કોઇ સુચનાનું બોર્ડ પણ મુકવામા આવ્‍યુ ન હોવાથી અમારે કલાકો સુધી રાહ જોઇને બેસી રહેવું પડે છે.

જરૂરીયાત મુજબની વેકસીન લેવા માટે જવું પડે રાજકોટ

જિલ્‍લામાં વેકસીન બાબતે ઉભી થયેલી સમસ્‍યા અંગે તંત્રએ જણાવ્યુ કે, જિલ્‍લામાં 21 જૂનથી દરરોજ સરેરાશ 100 થી વધુ સ્‍થળોએ વેકસીનેશન સેન્‍ટરમાં વેકસીન આપવાની કામગીરી કરવામાં આવે છે. જિલ્‍લાને જરૂરીયાત મુજબની વેકસીન લેવા માટે નિયમિત રાજકોટ જવું પડે છે. ત્‍યાંથી 28 જૂનથી ગીર સોમનાથ જિલ્‍લાને ડોઝ ફાળવવાના ટાઇમ ટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેના લીધે 29 જૂન મંગળવારે જિલ્‍લાને ડોઝ ન મળ્યા હોવાથી સમગ્ર જિલ્‍લામાં ફકત પાંચ જ વેકસીન સેન્‍ટર ચાલુ છે. એક-બે દિવસમાં ફરી સરેરાશ મુજબના વેકસીન સેન્‍ટરો શરૂ થઇ જશે.

  • ગીર-સોમનાથ જિલ્લાના 21 જૂનથી તંત્ર દ્વારા ફાળવવામા આવેલા વેકસીનેશન ડોઝ અને જિલ્લાના કેટલા લોકોને રસી આપવામાં આવી તે અંગેની માહિતી નીચે મુજબ છે.
    vaccination-campaign-as-there-are-only-five-vaccination-centers-in-gir-somnath-district-people-had-to-wander
    ગીર-સોમનાથ જિલ્‍લામાં ફકત પાંચ રસીકરણ કેન્દ્ર હોવાથી લોકોને કરવી પડી રઝળપાટ

સરકારના પ્રચાર-પ્રસાર બાદ લોકોમાં વેકસીન લેવા બાબતે જાગૃતિ

અત્રે નોંધનીય છે કે, ગીર સોમનાથ જિલ્‍લામાં અત્‍યાર સુધી થયેલી વેકસીનેશનની કામગીરીમાં જિલ્‍લાની કુલ વસ્તીના 32 ટકા લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યા છે. સરકારના પ્રચાર-પ્રસાર બાદ લોકોમાં વેકસીન લેવા બાબતે જાગૃતિ આવી છે. એવા સમયે ગીર-સોમનાથ જિલ્‍લાને ઉપરી કક્ષાએથી જરૂરીયાત મુજબના પુરતા વેકસીનના ડોઝ મળતા ન હોવાથી લોકોને ધકકા ખાવા પડે છે. જો ઉપરથી નિયમીત જરૂરીયાત મુજબનો વેકસીનનો જથ્‍થો આપવામાં આવે તો લોકોને ધકકા બંઘ થવાની સાથે વેકસીનેશનની કામગીરી સારી રીતે થઇ શકે છે.

આ પણ વાંચોઃ veccination update: સુરત ગ્રામ્યમાં મંગળવારે 7,699 લોકોએ લીધી કોરાના રસી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.