- દર્દીના સગા વહાલાં અને દર્દીઓની સાંકળ બની સૌને હીમ્મત આપે છે
- આચાર્ય રમેશ રામે મહામારીમાં માનવતાનું ઊત્તમ ઊદાહરણ પુરૂ પાડ્યું
- આરોગ્ય વિભાગના ડોક્ટરો, દર્દીઓ તેમજ તેમના સ્વજનો તેમને બીરદાવ્યા
ગીર-સોમનાથ: જીલ્લાનું નાનકડું તાંતીવેલા ગામ આવેલું છે, જ્યાં સરકારી પ્રાથમીક શાળામાં રમેશ રામ આચાર્ય તરીકે બપોરના 1 વાગ્યા સુધી શાળામાં ફરજ બજાવે છે. બાકીના સમયમાં સરકારી કોવિડ હોસ્પીટલે પહોંચી જાય છે અને શિક્ષણ વિભાગમાંથી આરોગ્યની સેવામાં લાગી જાય છે.
આ પણ વાંચો:કોરોના મુક્ત દમણમાં 85 વિદ્યાર્થીઓ અને 4 પ્રોફેસરોનો અનોખો સેવાયજ્ઞ
નોકરી પુર્ણ કર્યા બાદ સેવા કાર્યમાં ફાળવે છે સમય
શિક્ષક રમેશ રામ કહે છે, નોકરી પુર્ણ કર્યા બાદ હું કોરોના સંક્રમિતોની સારવારમાં અને આરોગ્ય વિભાગને મદદ કરવાં અહિં આવું છુ. સૌએ પોતાથી બને તે રીતે આરોગ્ય વિભાગને મદદ રૂપ થવું જોઈએ. આ એક દર્દીની સેવા ભગવાનની સેવા સમાન છે. જે હું નિભાવી રહ્યો છું. તેઓ એક સ્વયં સેવક રૂપે દર્દીઓના સગા કે, જે હોસ્પટલ બહાર ચિંતીત બેઠા હોય તેમને આશ્વાસન આપે છે. સાથે દરેક દર્દીઓ પાસે જઈ તમને ગઈકાલ કરતાં આજે વધુ સારૂ છે, તેમ જણાવી દર્દીને જરૂરી ઊર્જાનો સંચાર કરાવે છે.
દર્દી અને પરિજનો વચ્ચે કડી બનવાનું કાર્ય કરે છે રામ
આ આચાર્ય રમેશભાઈ પોતાની શાળાએથી અહિં સેવા અને મદદરૂપ થવા આવે છે. જેનાથી દર્દીઓને નવી ચેતના મળે છે. સાથે તે લોકોની મદદ પણ કરે છે. દર્દી અને તેમના સગા વચ્ચે કડીરૂપે સેવા આપી રહ્યા છે. કોઈ દર્દીને બાથરૂમ જવું હોય, પાણી પીવું હોય, ભુખ લાગી હોય, દવાઓ પીવી હોય, કોઈ તકલીફ હોય તે બાબતે મદદ કરે છે. જાણે દર્દીનું સ્વજન હોય તેવી હુંફ આપી માનવતાનું ઉત્તમ કાર્ય કરી રહ્યાં છે. સાથે તેમની આ કાર્યશૈલીને આરોગ્ય વિભાગના ડોક્ટરો, દર્દીઓ તેમજ તેમના સ્વજનો બીરદાવી રહ્યા છે.
આ પણ વાંચો:લોકડાઉનમાં અનોખો સેવાયજ્ઞ કરતા યુવાનો, કોરોના વોરિયર્સને વિનામૂલ્યે પીવડાવી રહ્યા છે કાવો...
ઉત્સાહથી બજાવે છે સેવાઓ
અનેક લોકો શિક્ષકો અમને મદદ કરવા આવે છે, મહામારીના મહાજંગ વચ્ચે આરોગ્ય વિભાગને તેઓ મદદરૂપ બની રહ્યા છે. આરોગ્યની તમામ સેવાઓ તે ભારે ઊત્સાહથી બજાવી રહ્યા છે. જે સૌ માટે ગૌરવની વાત છે.