ETV Bharat / state

વરસાદ ન આવે તો અહીં ભગવાનને ડુબાડી દેવામાં આવે છે...જાણો આ પરંપરા વિશે...

ગીર સોમનાથઃ પ્રભાસતીર્થ સોમનાથમાં મેઘરાજાને રીઝવવાની એક અનોખી પરંપરા ચાલી રહી છે. જ્યાં ત્રણ દિવસ સુધી જ્ઞાન વાવના પાણીથી શિવજીને પાણીમાં ડુબાડી રાખવાની પરંપરા છે. ત્યારબાદ અનુષ્ઠાન બાદ મેઘરાજા અવશ્ય પધારે છે તેવી છે માન્યતા છે.

ગીર સોમનાથ
author img

By

Published : Jul 14, 2019, 8:27 PM IST

રાજ્યમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે, જ્યારે અમુક વિસ્તારો પાણી વગર તરસી રહ્યા છે. ત્યારે સોમનાથમાં આવેલ ત્રિવેણી સંગમ નજીક આવેલ સિધ્ધેશ્વર મહાદેવ પાસે તીર્થ પુરોહીતો સાથે પાઠશાળાના બાળકો ત્રણ દિવસનું અનુષ્ઠાન કરે છે. આ પરંપરા મુજબ શિવજીના ગર્ભગૃહમાં ઊંબરા સુધી પાણીમાં શિવજીને ડુબાડી દેવાય છે અને શિવજીને મુંજવવાનો પ્રયાસ મનાય છે. જેથી સારો વરસાદ થાય તેવી છે અહી માન્યતા છે. સાથે જ રૂદ્રાભિષેકના મંત્રો સાથે ભગવાન સિધ્ધેશ્વરને જલમગ્ન કરી પૂજા કરાય છે.

વરસાદ ન આવે તો આ જગ્યાએ ભગવાનને ડુબાડી દેવામાં આવે છે...

આ મુદ્દે સ્થાનિકોનું અને તીર્થ પુરોહિતોનું માનવું છે કે, જ્યારે અમે શિવજીને જલમગ્ન કરી વરસાદની કામના કરી છે ત્યારે ચોક્કસથી વરસાદ થાય જ છે. ત્યારે કદાચ આ આખા દેશ અને રાજ્યમાં એક જ એવું અનોખું મંદિર હશે જ્યાં વરસાદ પામવા માટે ભગવાનને જ પાણીમાં ડુબાડી દેવામાં આવે છે.

Intro:પ્રભાસતીર્થ સોમનાથ માં મેઘરાજા ને રીઝવવા ની અનોખી પરંપરા.ત્રણ દીવસ શિવજી
ને પાણી માં ડુબાવી રખાય છે.જ્ઞાન વાવ ના પાણી થી શિવજી ને મુજવવા ની પરંપરા.આ
અનુષ્ઠાન બાદ મેઘરાજા અવશ્ય પધારે છે તેવી છે માન્યતા..Body:રાજ્ય માં અમુક વીસ્તારો માં ભારે વરસાદ થયો છે જ્યારે અમુક વીસ્તારો પાણી
વગર તલસી રહ્યા છે ત્યારે સોમનાથ માં આવેલ ત્રીવેણી સંગમ નજીક આવેલ સિધ્ધેશઅવર
મહાદેવ પાસે તીર્થપુરોહીતો સાથે પાઠશાળા ના બાળકો ત્રણ દીવસ નું અનુષ્ઠાન કરે
છે.ઓ પરંપરા મુજબ શિવજી ના ગર્ભગૃહ માં ઊંબરા સુધી પાણી માં શિવજી ને ડુબાવી
દેવાય છે અને શિવજી ને મુંજવવા નો પ્રયાસ મનાય છે જેથી સારો વરસાદ થાય તેવી છે
અહી માન્યતા.તો રૂદ્રાભીષેક ના મંત્રો સાથે ભગવાન સિધ્ધેશ્વરને જલમગ્ન કરી
પુજા કરાય છે.Conclusion:અને આ મુદ્દે સ્થાનિકોનું અને તીર્થ પુરોહિતોનું માનવું છે કે જ્યારે જ્યારે અમે શિવજી ને જલમગ્ન કરી વરસાદ ની કામના કરી છે ત્યારે ત્યારે ત્યારે ચોક્કસ થી વરસાદ થાય જ છે.

ત્યારે કદાચ આ આખા દેશ અને રાજ્યમાં એકજ એવું અનોખું મંદિર હશે જ્યાં વરસાદ પામવા માટે ભગવાન નેજ પાણીમાં ડુબાડી દેવામાં આવે છે...

બાઈટ-1- દુષ્યંત ભટ્ટ- આયોજક
બાઈટ-2-વિષ્ણુ ઉપાધ્યાય- પંડિત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.