- રાજ્ય સરકારની કોરોના ગાઈડલાઇનનું પાલન કરતુ ઉના એસટી તંત્ર
- ગીર સોમનાથ જિલ્લામાં વાહન વ્યવહાર હવે સંપૂર્ણપણે પૂર્વવત થયો છે
- પડી ગયેલા ઝાડને તંત્ર દ્વારા તાત્કાલિક દુર કરવામાં આવ્યા
ગીર-સોમનાથઃ તૌકતે વાવાઝોડાની અસરના કારણે રસ્તા પર ઝાડ પડી ગયા હતા. જેના કારણે રસ્તાઓ બ્લોક થઇ ગયા હતા. આ પડી ગયેલા ઝાડને તંત્ર દ્વારા તાત્કાલિક દુર કરવામાં આવતા રસ્તાઓ ચાલુ થઈ જતા ગીર સોમનાથ જિલ્લામાં વાહન વ્યવહાર હવે સંપૂર્ણપણે પૂર્વવત થઇ ગયો છે.
આ પણ વાંચોઃ ગીર-સોમનાથમાં વીજ પૂન: સ્થાપિતની કામગીરી ચાલી રહી છે પૂર જોશમાં
ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ એસટીની સેવા ચાલુ છે
ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ એસટીની સેવા ચાલુ છે. વાવાઝોડાની અસરના લીધે જે રસ્તાઓ બંધ હતા, તે બે દિવસમાં શરૂ થઈ ગયા હતા. તે પ્રમાણે ઉના એસટી વિભાગ દ્વારા પણ કોરોનાની હાલની ગાઈડલાઈન પ્રમાણે જે 16 રૂટ પ્રભાવિત થયા હતા. તે બે દિવસમાં જ શરૂ કરી દેવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ ભાવનગરમાં ધરાશાયી થયેલા વૃક્ષો અંગેનો કોઈ હિસાબ નથી
વાવાઝોડા અને વરસાદના કારણે કોઈ રૂટ બંધ નથી
ઉના એસટી ડેપોના અધિકારીએ જણાવ્યું હતું કે, ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં લોકો કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરીને એસટી પ્રવાસીઓ લાભ લઇ રહ્યા છે. હવે વાવાઝોડા અને વરસાદના કારણે કોઈ રૂટ બંધ નથી.