- ઊના નગરપાલિકાની કડક કાર્યવાહી
- 45.24 લાખ રૂપિયાનો બાકી વેરો ન ભરાતા 4 મોબાઇલ સીલ
- અન્ય 7 વાણિજ્ય મિલકતો પણ સિલ કરાઈ
ગીર સોમનાથઃ ઊના નગરપાલિકા દ્વારા જુદા-જુદા વેરાઓની વસૂલાતની રકમ બાકી હોય તેવા મિલ્કત ધારકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અવાર-નવાર નોટિસ આપવા છતા વેરો ભરપાઇ કરવામાં ન આવતા પાલિકાએ મિલ્કતો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ઊના નગરપાલીકાના ચિફ ઓફિસરની સૂચનાથી વસૂલાત અધિકારી અશ્વિન જોષીના માર્ગદર્શન હેઠળ કર્મચારી સ્ટાફે મિલ્કત વેરા વસૂલાતની ઝૂંબેશ અંતર્ગત મિલ્કત સીલ કરવાવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
બારડોલીમાં નગરપાલિકાની કાર્યવાહી: વેરો નહીં ભરનાર મિલકદારોની 40 દુકાનો સીલ
- 7 વાણિજ્ય મિલ્કતોને સીલ કરાઇ
શહેરના જુદા-જુદા વિસ્તારમાં આવેલા 4 મોબાઇલ ટાવરનો મિલ્કત વેરો રૂ.45,24,164 છેલ્લા ઘણા સમયથી બાકી હોવાથી નગરપાલિકા દ્વારા ટાવર સીલ કરી દેવામાં આવ્યા છે. સાથે-સાથે 7 વાણિજ્ય મિલ્કતો પણ સીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત બાકીદારોના મિલ્કત ધારકો પાસે ઢોલ વગાડી તેમજ નળ કનેક્શન કાપી નાખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં બાકી મિલ્કત વેરા વસૂલાતની ઝૂંબેશ શરૂ રહેશે.