ETV Bharat / state

દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના આજે 69મો સ્થાપના દિવસ

ગીરસોમનાથઃ દેશના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરના 69માં સ્થાપના દિવસની હર્ષોલ્લાસ સાથે ઊજવણી થઇ રહી છે, ત્યારે આજે ઐતિહાસિક સ્થાપના દિવસની યાદો તાજી થશે. વૈશાખ સુદ પાંચમ અને 11 મે 1951ના દિવસે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ હતી. આજે વિશેષ મહાઆરતી સાથે મહાપુજા અને ધ્વજા રોહણ પણ થશે. આ ઉપરાંત નૃત્ય વંદના અને સાંજના સમયે મહા આરતી યોજાશે.

સોમનાથ મહાદેવ
author img

By

Published : May 11, 2019, 2:42 PM IST

Updated : May 11, 2019, 6:55 PM IST

વધુમાં સોમનાથ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો, શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે હજારો વર્ષો પહેલા ચંદ્રએ પોતાને મળેલા શ્રાપમાંથી મુક્તિ મેળવવા આ જગ્યાએ મહાદેવની ઉગ્ર તપશ્ચર્યા કરીને સોમનાથ મહાદેવને પ્રસન્ન કર્યા હતા અને શ્રાપમાંથી આંશિક મુક્તિ મેળવી હતી. ચંદ્રનું બીજું નામ સોમ અને સોમના નાથ એટલે સોમનાથ. ચંદ્રએ બ્રહ્માજીની હાજરીમાં અહીં સોમનાથ મહાદેવની સ્થાપના કરી હતી. ઇતિહાસના ઉલ્લેખ પ્રમાણે, આ મંદિર સુવર્ણ અને રત્નોથી જડિત હતું. પ્રાગઐતિહાસિક કાળમાં નિર્માણ પામેલું સોમનાથ મંદિર અનેક વખત વિધર્મી આક્રમણખોરો સામે લડીને ખંડિત થયું હતું. પરંતુ પુનઃનિર્માણ બાદ આજે ભારતના ઇતિહાસમાં અજેય અને અડીખમ જોવા મળી રહ્યું છે.

દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના આજે 69મો સ્થાપના દિવસ

સોમનાથ મંદિરની રક્ષા માટે અનેક લોકોએ બલિદાન આપ્યા છે. સોમનાથના ગૌરવપૂર્ણ ઇતિહાસની સાથે હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલને આજે પણ યાદ કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના આ બે વીર સપૂતોને કારણે સોમનાથ મંદિર આજે આસ્થાનું પ્રતીક બની રહ્યું છે. આ પ્રસંગે સોમનાથ મહાદેવના દર્શને આવેલા દેશ વિદેશના શ્રધ્ધાળુઓને અનાયાસે સોમનાથ મહાદેવના આ વિશેષ દિવસે દર્શન કરવાનો લાભ મળ્યો હતો. તો સોમનાથ મહાદેવના સાનિધ્યમાં મહાદેવના ભકતોએ અલૌકિક શાંતિની અનુભૂતિ કરી હતી તેમજ સોમનાથ મંદિરને હિન્દૂ ધર્મની આસ્થા અને એકતાનું પ્રતીક ગણાવ્યું હતું. તેમજ બીજા ભાવિકોને એક વાર સોમનાથ અચૂક આવવાનો અનુરોધ પણ કર્યો હતો.

સોમનાથ મંદિરની વાત કરીએ તો આ મંદિર મહા પ્રસાદ અને મેરુ પ્રસાદ એવી બે શૈલીને જોડીને મહંમેરુ પ્રસાદ નામની નવીન શૈલીમાં બનાવવામાં આવ્યું છે. જેમાં કુલ 3 મંડપ એટલે કે ગર્ભગૃહ, નૃત્યમંડપ અને સભામંડપ આવેલા છે. તો સાથે જ 3 માળના આ મંદિરમાં 251થી વધુ સ્તંભો આવેલા છે. મંદિરના શિખર કળશનો વજન આશરે 10 ટન જેટલો છે. તેમજ આ મંદિરની કુલ ઊંચાઈ 211 ફૂટ અને 4 ઈંચ છે.

On Sat, 11 May, 2019, 2:26 AM KAUSHAL JOSHI, <kaushal.joshi@etvbharat.com> wrote:
Gj-gsm-11may-som sthapna din-specialstory-7202746-kaushal

સ્પેશિયલ સ્ટોરીમાં કેમેરા અને ડ્રોન વિઝ્યુઅલ જરૂરી હોય તેથી મોજોથી મોકલી શકાય તેમ નહોતી.

6 ફાઇલ છે જે સાથે એટેચ કરું છું.

સ્પેશ્યલ સ્ટોરી અપ્રુવ થયેલ હોય યોગ્ય વોઇસોવર આપવા વિનંતી.

દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ ના 69માં સ્થાપનાદિન ઉપર ઇટીવી નો વિશેષ એહવાલ...

આજે સોમનાથ નો 69 મો સ્થાપના દીવસ ઊજવાય રહ્યો છે.વૈશાખ સુદ પાચમ અને 11 મે દીવસે 1951 ના રોજ ભારત ના પ્રથમ રાષ્ટ્રપતી ડો.રાજેન્દ્રપ્રસાદના વરદ હસ્તે સોમનાથ મંદિર ની કરાઇ હતી પ્રાણ પ્રતીષ્ઠા. આજે વિશેષ મહાઆરતી મહાપુજા ધ્વજા રોહણ થશે.સાથે કરાશે નૃત્ય વંદના. સાંજના સમયે મહા સમૂહ આરતી યોજાશે.
દેશ ના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર ના 69 માં સ્થાપના દિવસ ની હર્ષોલ્લાસ સાથે ઊજવણી. સ્થાપના દિન ના ઐતિહાસીક દિવસે 69 વર્ષ પૂર્વે ની યાદો થશે તાજી થઈ.  

ત્યારે આજે  સમગ્ર વિશ્વનાં કરોડો શ્રધ્ધાળુઓ ની આસ્થા નું કેન્દ્ર એવા સોમનાથ મહાદેવ મંદિરનો આજે 69 મો પ્રાણ પ્રતિષ્ઠા દીવસ સોમનાથ માં ઊજવાઇ રહ્યો છે. 1951 ની 11 મી મે ના દીવસે ભારત ના પ્રથમ રાષ્ટ્રપતી ડો. રાજેન્દ્ર પ્રસાદ ના વરદ હસ્તે સવારે 9.46 મીનીટે સોમનાથ મંદિરનાં જીર્ણોધ્ધાર બાદ  સોમનાથ મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આજે એજ સમયે સોમનાથ ટ્રસ્ટ સ્થાનીક ભુદેવો સાથે યાત્રીકોએ ભગવાન સોમનાથ ની મહાપુજા અને આરતી કરી ધ્વજા પુજન ધ્વજા રોહણ કર્યું હતુ. બાદ સોમનાથ મંદીર ના સ્વપ્ન દ્રષ્ટા એવા સરદાર પટેલ ને પણ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. આજે દીવસભર સોમનાથ માં વિવિધ ધાર્મીક કાર્યક્રમો નો શ્રધ્ધાળુઓ લાભ લેશે.

તો સોમનાથ મંદિર ના સત દાયકા પુરા થવા જઇ રહ્યા હોય આ પ્રસંગે ઇટીવી ભારત આ વિશેષ એહવાલ માં સોમનાથ મંદિર ની રોચક તથ્યો અને કથા તમને જણાવીશુ....

(1) સોમનાથ મંદિર નો ઇતિહાસ, આક્રમણો અને પુનઃસ્થાપના
શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે હજારો વર્ષો પહેલા ચંદ્રએ પોતાને મળેલા શ્રાપ માંથી મુક્તિ મેળવવા આ જગ્યાએ મહાદેવની ઉગ્ર તપશ્ચર્યા કરી સોમનાથ મહાદેવને પ્રસન્ન કરી શ્રાપ માંથી આંશિક મુક્તિ મેળવી હતી.ચંદ્રનું બીજું નામ સોમ. અને સોમના નાથ એટલે સોમનાથ. ચંદ્રએ બ્રહ્માજીની હાજરીમાં અહીં મહાદેવની સ્થાપના કરી હતી. ઇતિહાસમાં ઉલ્લેખ છે તે મુજબ આ મંદિર સુવર્ણ અને રત્નો થી જડિત હતું. વિધર્મીઓ દ્વારા લૂંટનાં ઈરાદાથી વારંવાર આક્રમણ કરી સોમનાથ મંદિર ને લૂંટી અને ખંડિત કરવામાં આવ્યું હતું.

પ્રાગઐતિહાસિક કાળમાં નિર્માણ પામેલું સોમનાથ મંદિર અનેક વખત વિધર્મી આક્રમણખોરો સામે લડીને ખંડિત થઈને  પુનઃ નિર્માણ બાદ આજે ભારતના ઇતિહાસમાં આજે પણ અજયે અને અડીખમ જોવા મળી રહ્યું છે.ઈસ્વીસન પહેલા સૈકામાં લકુવિસે પ્રથમ મંદિરના નિર્માણમાં બહુમૂલ્ય ભાગ ભજવ્યો હતો સોમનાથ ખાતે આવેલા છઠ્ઠા મંદિરનું નિર્માણ 13મી સદીમાં થયેલું હોવાનું માનવામાં આવે છે.ત્યાર બાદ 1325 થી 1469 ની વચ્ચે જૂનાગઢના રાખેંગારે મંદિરમાં લિંગનીની સ્થપના કરી ત્યાર બાદ 1469 માં અમદાવાદનાના સુલતાન મહમદ બેગડાએ મંદિર પર ચડાઈ કરીને મંદિરને ધ્વસ કર્યું હતું. 

ત્યારબાદ 12 નવેમ્બરના 1947ના દિવસે સોમનાથ આવેલા ભારતના લોખંડી પુરૂષ સરદાર પટેલે સોમનાથ મંદિરની જીર્ણ હાલત જોઈને સમુદ્રના જળથી મંદિરના પુનઃનિર્માણની પ્રતિજ્ઞા લીધી હતી 13 નવેમ્બર 1947ના દિવસે કનૈયાલાલ મુન્સીને મંદિર નિર્માણની જવાબદારી સોંપી હતી. ત્યાર બાદ ગાંધીજી દ્વારા આ મંદિરનું નિર્માણ લોકભાગીદારીથી કરવાનું સુચન આવતા સરદાર પટેલે સોમનાથ ટ્રસ્ટની સ્થાપના કરીને 11મી મે 1951ના દિવસે દેશના પ્રથમ રાષ્ટ્ર પ્રમુખ ડો રાજેન્દ્ર પ્રસાદના હસ્તે શિવલિંગનું સ્થાપન કરવામાં આવ્યું. ત્યારે આ પ્રન્સગે 1951માં 121 તોપો ને દરિયામાં હોળીઓમાં સજાવવામાં આવેલી હતી જેના ગોળા ના નાદ સાથે જયસોમનાથ ના નાદ એકસુર મળીએ ગુંજી રહ્યા હતા. આ મંદિર મહામેરુ પ્રાસાદ પૂર્ણ સ્વરૂપે બનીને આજે અડીખમ જોવા મળી રહ્યું છે. સદીઓ જૂનો  ઇતિહાસ સાચવીને આજે પણ અડીખમ સોમનાથ  મંદિર એનેકો વખત આક્રમણખોરો સામે લડીને અજેય રહેલા સોમનાથ મંદિરના સ્થાપનથી લઈને નવ નિર્માણ સુધીનો ઇતિહાસ આજે પણ જોવા મળી રહ્યો છે .

(2) સોમનાથ મંદિર ની રક્ષા માટે કરાયેલા બલિદાનો…
સોમનાથની સખાતે નીકળેલા હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલની સેનાએ મહમદ બેગડાની સેનાએ સામે લડાઈ લડીને સોમનાથને તુટતુ બચાવવાની લડાઈમાં વીરગતિ પામ્યા ત્યારથી સોમનાથની સાથે હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલને પણ યાદ કરવામાં આવે છે. આજે વેગડાજી ભીલની સોમનાથ ખાતે આવેલી ડેરીમાં તેમના વંશજો દ્વારા તેમની વીરગતિને યાદ કરવામાં આવે છે. સોમનાથના ગૌરવપૂર્ણ ઇતિહાસની સાથે હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલને આજે પણ યાદ કરવામાં આવે છે સૌરાષ્ટ્રના આ બે વીર સપૂતોને કારણે સોમનાથ મંદિર આજે આસ્થાનું પ્રતીક બની રહ્યું છે.

ત્યારે આ પ્રસંગે સોમનાથ મહાદેવ ના દર્શને આવેલ દેશ વિદેશ ના શ્રધ્ધાળુઓ ને અનાયાસે સોમનાથ મહાદેવ ના આ વિશેષ દિવસે દર્શન કરવાનો લાભ મળ્યો હતો. તો સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં મહાદેવ ના ભકતોએ અલૌકિક શાંતિ ની અનુભૂતિ કરી હતી તેમજ સોમનાથ મંદિર ને હિન્દૂ ધર્મ ની આસ્થા અને એકતા નું પ્રતીક ગણાવ્યું હતું. તેમજ બીજા ભાવિકો ને એક વાર સોમનાથ અચૂક આવવા અનુરોધ પણ કર્યો હતો. તો સાથેજ ભૂતકાળમાં સોમનાથ મહાદેવના મંદિર પર થયેલા આક્રમણો ને વખોડયા હતા. 

(3) પ્રવર્તમાન સોમનાથ મંદિર ની રચના અને સ્થાપત્ય

સોમનાથ મંદિર ની વાત કરવામાં આવે તો સોમનાથ મંદિર મહા પ્રસાદ અને મેરુ પ્રસાદ એવી બે શૈલી ને જોડીને મહંમેરુ પ્રસાદ નામની નવીન શૈલી માં બનાવવામાં આવેલ છે જેમાં કુલ 3 મંડપ આવેલા છે ગર્ભગૃહ, નૃત્યમંડપ અને સભામંડપ તો સાથેજ 3 માળના આ મંદિરમાં 251 થી વધુ સ્તંભો આવેલા છે. મંદિર ના શિખર  ના  કળશ નો વજન આશરે 10 ટન જેટલો છે. અને મંદિર ની કુલ ઊંચાઈ 211ફૂટ અને 4 ઈંચ જેટલી થાઈ છે. 

બાઈટ-1-વિજય ભટ્ટ-પૂજારી સોમનાથ ટ્રસ્ટ

બાઈટ-2-જે.ડી .પરમાર-પ્રસંગ સાક્ષી અને ટ્રસ્ટી

કૌશલ જોષી
ઇટીવી ભારત
સોમનાથ

Last Updated : May 11, 2019, 6:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.