ETV Bharat / state

વેરાવળમાં બંધ મકાનને તસ્‍કરોએ નિશાન બનાવ્યું, રૂપિયા 2.60 લાખની ચોરી - crime news

વેરાવળમાં યોગી વિધાલય પાછળ આવેલી વાણંદ સોસાયટીમાં રહેતા મંડપ સ‍ર્વિસના ધંધાર્થી પરીવાર સાથે ઘર બંઘ કરી નજીકના ગામે ગયા હતા. ત્‍યારે રાત્રીના સમયે બંધ મકાનને તસ્‍કરોએ નિશાન બનાવી રોકડ રૂપિયા, સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 2.60 લાખની ચોરી કરી હતી. ચોરીની જાણ થતા પરિવારજનોએ ફરીયાદ નોંધાવી હતી.

બંધ મકાનમાં ચોરી
બંધ મકાનમાં ચોરી
author img

By

Published : Feb 4, 2021, 7:57 PM IST

  • વેરાવળમાં મંડપના ધંધાર્થીના બંધ મકાનમાં ચોરી
  • તસ્‍કરોએ રૂપિયા 2.60 લાખની કરી ચોરી
  • પરિવારજનોએ ફરીયાદ નોંધાવી

    વેરાવળ: ગીર સોમનાથના વેરાવળમાં યોગી વિધાલય પાછળ આવેલી વાણંદ સોસાયટીમાં રહેતા મંડપ સ‍ર્વિસના ધંધાર્થી પરીવાર સાથે ઘર બંઘ કરી નજીકના ગામે ગયા હતા. ત્‍યારે રાત્રીના સમયે બંધ મકાનને તસ્‍કરોએ નિશાન બનાવી રોકડ રૂપિયા, સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 2.60 લાખની ચોરી કરી હતી. ચોરીની જાણ થતા પરિવારજનોએ ફરીયાદ નોંધાવી હતી.

પરિવાર સગાના ત્યા ગયો હતો તે દરમિયાન ચોરી

પ્રાપ્ત વિગતો મુજબ, વેરાવળ શહેરમાં યોગી વિધાલય પાછળ આવેલી વાણંદ સોસાયટીમાં રહેતા અને મંડપ સર્વિસનો ધંધો કરતા કરશનભાઇ કાનાભાઇ ઝાલા તેમના પરીવારજનો સાથે ઘર બંધ કરી 31 જાન્યુઆરીના રોજ બપોરના સમયે નજીકના મોરડીયા ગામે સાળાના ઘરે ગયા હતા. જોકે તે દરમિયાન રાત્રીના સમયે તસ્‍કરોએ બંધ મકાનને નિશાન બનાવીને ચોરી કરી હતી. આ વાતની જાણ પરિવારજનોને બીજા દિવસે સવારે પડી હતી.

રૂપિયા 2.60 લાખની કરી ચોરી

જે બાદ કરશનભાઇએ ઘરમાં તપાસ કરતા તસ્‍કરોએ મકાનના મુખ્ય દરવાજાને મારેલા તાળાને નકુચો તોડી દરવાજો ખોલી અંદર પ્રવેશ કરી રૂમમાં રહેલા કબાટમાંથી સોનાનો નેકલેસ સાડા 3 તોલા આશરે રૂપિયા 1.20 લાખ, સોનાનો પેન્ડલ સેટ 2 તોલા આશરે રૂપિયા 70 હજાર, કાનની કડી અડધો તોલા આશરે રૂપિયા 17 હજાર, ચાંદીના સાંકળા આશરે રૂપિયા 3 હજાર તથા એક સ્ટીલના ડબ્બામાં રહેલા રોકડા રૂપિયા 50 હજાર મળી કુલ રૂપિયા 2.60 લાખની ચોરી કરી હતી. મંડપ ડેકોરેશનનું કામ કરતા કરશનભાઇ ઝાલાએ અજાણ્‍યા તસ્‍કરો સામે રોકડ તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 2.60 લાખની ચોરી થઇ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ઘરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.