- ગીર સોમનાથમાં વેરાવળ સિવીલની કોવિડ હોસ્પિટલનો વીડિયો વાયરલ
- 50થી વઘુ નર્સીગ સ્ટાફ કોરોનાના ઇન્ડોર દર્દીઓનું ઘ્યાન રાખવા સહિત સારવાર કરે
- સિવીલમાં નિષ્ઠાવાન કર્મચારીઓ પોતાની સેવા પુરી પાડી રહ્યા
ગીર સોમનાથ : વાયરલ વિડીયો વિશે વાત કરીએ તો વેરાવળમાં કાર્યરત જિલ્લાકક્ષાની 100 બેડની કોવિડ હોસ્પિટલમાં ત્રણ સમયગાળાની ડ્યુટી નક્કી કરાય છે. જેમાં 50થી વઘુ નર્સીગ સ્ટાફ કોરોનાના ઇન્ડોર દર્દીઓનું ઘ્યાન રાખવા સહિત સારવાર કરી રહયા છે. હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓ પાસે સગા-સંબંધી હોતા નથી. ત્યાં આવા નિષ્ઠાવાન કર્મચારીઓ પોતાની સેવા પુરી પાડી રહ્યા છે.
ર્સીગ સ્ટાફના પૂૂનમ ચુડાસમા દ્રારા વૃઘ્ઘા દર્દીનું માથું ઓળવાયું
વેરાવળ સિવીલની કોવિડ હોસ્પિટલમાં તાજેતરમાં 75 વર્ષીય એક વૃઘ્ઘા કોરોનાની સારવાર અર્થે સિવીલમાં દાખલ થયેલા હતા. જયાં મહિલા નર્સીગ સ્ટાફના પૂૂનમ ચુડાસમા દ્રારા વૃઘ્ઘા દર્દીનું માથું ઓળવી રહયા છે. કારણ કે, વૃઘ્ઘાને એકાંતપણું ન લાગે અને એક પરિવારજન સાથે હોવાની અનુભુતિ થાય તે માટે આવી સેવા કરી રહયા હોવાનું સ્ટાફ નર્સ પૂૂનમ જણાવ્યું છે. આમ, કોવિડ હોસ્પિટલમાં દર્દીઅઓને ઉત્તમ સારવાર મળે જેથી જલ્દી સ્વસ્થ બને તે માટે તમામ સેવા નર્સીગ સ્ટાફ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 150 બેડનું કોવિડ સેન્ટર ઉભું કરાયું
સંજોગોવત બનેલી ઘટનાઓનેે લીધે લોકો નર્સીગ સ્ટાફની સેવાને નજરઅંદાજ કરી આક્ષેપો કરે
રાજયભરમાં કોરોનાએ કહેર મચાવ્યો છે અને હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઉભરાઇ રહી છે. આ પરિસ્થિતિમાં હોસ્પિટલોનો નર્સીગ સ્ટાફ દિવસ-રાત દર્દી નારાયણની શકીએ તેટલી સારવારની સેવા કરી રહયા છે. પરંતુ અમુક સંજોગોવત બનેલી ઘટનાઓનેે લીધે લોકો નર્સીગ સ્ટાફની સેવાને નજરઅંદાજ કરી આક્ષેપો કરતા જોવા મળે છે.