ETV Bharat / state

પુંજા વંશ ઉના પ્રાંત કચેરી પરીસરમાં ધરણાં પર બેઠા - ધારાસભ્ય પુંજા વંશ

વાવાઝોડાથી અસરગ્રસ્‍ત બનેલા ગીર સોમનાથ જિલ્‍લાના ઉના અને ગીરગઢડા પંથકમાં સરકારની સૂચના નિયમોનુસાર સહાય ન ચુકવાતી હોવાથી ઉનાના ધારાસભ્‍ય પુંજા વંશ રોષે ભરાઇ પ્રાંત કચેરીના પરીસરમાં ઘરણાં પર બેસી ગયા હતા.

પુંજા વંશ ઉના પ્રાંત કચેરી પરીસરમાં ધરણાં પર બેઠા

author img

By

Published : Jun 6, 2021, 8:39 PM IST

  • ધારાસભ્‍ય પુંજા વંશ ઉના પ્રાંત કચેરી પરીસરમાં બેઠા ધરણાં પર
  • કચેરી ખાતે પોલીસનો કાફલો દોડી આવ્‍યો
  • વાવાઝોડા અસરગ્રસ્‍ત વિસ્‍તારોમાં સરકારની સૂચના છતાં સહાય ન ચુકવાતા ધારાસભ્‍ય રોષે ભરાયા
    પુંજા વંશ ઉના પ્રાંત કચેરી પરીસરમાં ધરણાં પર બેઠા

ગીર સોમનાથઃ વાવાઝોડાથી અસરગ્રસ્‍ત બનેલા ગીર સોમનાથ જિલ્‍લાના ઉના અને ગીરગઢડા પંથકમાં સરકારની સૂચના નિયમોનુસાર સહાય ન ચુકવાતી હોવાથી ઉનાના ધારાસભ્‍ય પુંજા વંશ રોષે ભરાઇ પ્રાંત કચેરીના પરીસરમાં ધરણાં પર બેસી ગયા હતા. જેના પગલે પ્રાંત કચેરી ખાતે પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. આ સાથે અધિકારીઓમાં દોડધામ મચી ગઇ હતી. આ તકે ધારાસભ્‍ય પુંજા વંશે અસરગ્રસ્‍ત પરિવારોને ન્‍યાય નહીં મળે અને કેશડોલ્સ ચૂકવણીમાં થઇ રહેલી વિસંગતા દૂર કરવા લેખીતમાં ખાત્રી ન મળે ત્‍યાં સુઘી અચોકકસ ધરણાં ચાલુ રાખવાનો હુંકાર કરતા જણાવ્યું કે, અધિકારીઓ સહાયના કામમાં લાગવગથી ફોર્મ ભરતા હોવાથી સાચા અસરગ્રસ્‍ત પરિવારોને ન્‍યાય મળી રહ્યા ન હોવાનો તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યો હતો. જો કે, એકાદ કલાકના ધરણાં બાદ દોડી આવેલા અધિકારીઓએ વિસંગતાઓ દૂર કરવા ખાત્રી આપી મામલો શાંત પાડયો હતો.

આ પણ વાંચોઃ CM ઉનાની મુલાકાતે આવ્યા ત્યારે મને આંતકવાદીની જેમ એક રૂમમાં બેસાડી રાખ્યો: પુંજા વંશ

રૂપિયા 100 પુખ્તવયના માટે અને રૂપિયા 60 બાળક દીઠ નકકી

આ મામલે કોંગી ધારાસભ્‍ય પુંજા વંશ સહિતનાએ પ્રાંત અધિકારીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું કે, વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના ગીર સોમનાથ, જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં અને ખાસ કરીને ઉના-ગીરગઢડા તાલુકામાં મોટા પાયે નુકસાની થઈ છે. કુદરતી આપત્તિના કારણે અસરગ્રસ્ત લોકોને દૈનિક રોકડ સહાય(કેશડોલ્સ) ચૂકવવાના ધોરણોમાં મહેસૂલ વિભાગના 18/3/21ના ઠરાવથી સૂધારો કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રૂપિયા 100 પુખ્તવયના માટે અને રૂપિયા 60 બાળક દીઠ નકકી કરવામાં આવ્યા છે. જે મુજબ ઉના અને ગીરગઢડા પંથકના અસરગ્રસ્તોને સહાય આપવાને બદલે અન્યાય કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ અમરેલી જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાન અંગે જાત માહીતી મેળવતા વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણી અને પુંજા વંશ

મુખ્યપ્રધાનનું ધ્યાન પણ દોરવામાં આવ્યું

વધુમાં પંથકના અમૂક ગામોમાં ઉપરોકત ઠરાવ હોવા છતાં કોઈપણ માપદંડ વગર જુદી જુદી રકમની ચૂકવણી કરવામાં આવી રહી છે. જેમાં સૈયદ રાજપરા ગામે 45 કુટુંબોને સાત દિવસનું રૂપિયા 700નું ચૂકવણું કરવામાં આવ્યું, જયારે આ ગામના બાકીના અસરગ્રસ્ત કટુંબોને 3 દિવસના રૂપિયા 300નું ચૂકવણું કરવામાં આવ્યું છે. જેમાં સીમર, ખજુદ્રા, દાંડી, સેંજલીયા, ઝાંખરવાડા, રામપરા, નાંદણ જેવા તમામ ગામોમાં 3 દિવસનું જ ચૂકવણું કરવામાં આવ્યું છે. તેની સામે કાળાપણ ગામે 593 કુટુંબોને અને ખડા ગામે 357 કુટુંબોને 7 દિવસની દૈનિક સહાય(કેશડોલ્સ) ચૂકવવામાં આવી છે. સરકારની આવી બેધારી નીતિ કેવી રીતે હોઈ શકે ? આવો અન્યાય કોના ઈશારે કરવામાં આવે છે ? આ માટે કોણ જવાબદાર છે. તે લોકો જાણવા માંગે છે. મોટાભાગના ગામોમાં ખરેખર જે કુટુંબો અસરગ્રસ્ત થયા છે અને સંબંધીઓના મકાનોમાં સ્થળાંતર કરેલ તેવા કુટુંબોને કેશડોલ્સ ચૂકવવામાં આવી નથી. બીજી બાજુ મળવાપાત્ર નથી તેવા કુંટુંબ પરિવારોને કેશડોલ્સ ચૂકવવામાં આવી છે. જે તપાસનો વિષય છે. જે ગામોમાં 3 દિવસનું ચુકવણું થયું છે તે ગામોમાં અસરગ્રસ્ત લોકોમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે. આ બાબતે મુખ્યપ્રધાનનું ઘ્‍યાન પણ દોરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.