મહત્વનું છેકે, હાલ તો આ સિસ્ટમથી ગુજરાતથી દૂર જઈ રહી છે, પરંતુ ફરી એકવાર દિશા બદલી 6 નવેમ્બર અથવા 7 નવેમ્બરે દીવ-દ્વારકાના દરિયાકાંઠા વચ્ચે ટકરાય એવી શક્યતા છે. ઉલ્લેખનાય છેકે, જ્યારે સિસ્ટમ સક્રિય થઈ હતી ત્યારે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થયો હતો. હવે ફરી દિશા બદલાતા 6-7 નવેમ્બરે વાતાવરણમાં પલટો આવી શકે છે.
જો કે, વાવાઝોડાંની વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થાય એવી શક્યતા છે, પણ કચ્છમાં ઝડપે પવન ફુંકાવાની સંભાવના છે. જેથી બંદરીય વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ સિસ્ટમ ગુજરાત નજીક પહોંચશે ત્યારે દરિયામાં ઉંચા મોજા ઉછળશે.
મહા વાવાઝોડાના એલર્ટને ધ્યાનમાં રાખી મોછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. ગાંધીનગરમાં મહા વાવાઝોડાનો એક રિપોર્ટ કેન્દ્રીય સચિવને સોંપવાની વાત થઈ રહી છે. જેમાં ચીફ સેક્રેટરી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રિપોર્ટ સોંપશે. આ અંગે રાજ્ય સરકારે કરેલી કાર્યવાહીનો રિપોર્ટ પણ સોંપવામાં આવશે. વાવાઝોડા અંગે ચીફ સેક્રેટરી સતત નજર રાખી રહ્યાં છે. સ્થાનિક તંત્રની કાર્યવાહી પર પણ નજર રાખવામાં આવી રહી છે. જેમાં રાજ્ય સ્તરેથી જે સૂચના મળે તે મુજબ જિલ્લા વહિવટીતંત્ર કામગીરી કરશે.