ETV Bharat / state

ગીર સોમનાથ જિલ્લામાં 20,746 લોકોને અપાયો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ

સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ કોરોના વેક્સિન લોકોને સુરક્ષિત કરવા માટે વેક્સિનેશનની કામગીરી જોરશોરમાં ચાલી રહી છે, ત્યારે અત્‍યાર સુધીમાં જિલ્લાના કુલ 15,827 સિનિયર સિટીઝન્સ(60 વર્ષથી વધુ) અને 45થી 59 વર્ષના 4,919 લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપી રક્ષિત કરવામાં આવ્યા છે.

ગીર સોમનાથ
ગીર સોમનાથ
author img

By

Published : Mar 20, 2021, 5:24 PM IST

  • ગીર સોમનાથ જિલ્લામાં 15,827 સિનિયર સિટીઝન્સને અપાયો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ
  • 45થી 59 વર્ષના 4,919 વ્યક્તિઓને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો
  • જિલ્‍લામાં સૌથી વધુ કોડીનારમાં 5,040 સિનિયર સિટીઝન્સને વેક્સિનનો ડોઝ અપાયો

ગીર સોમનાથ : જિલ્લામાં 60 કે તેથી વધુ વર્ષના વેરાવળ તાલુકામાં 2,085, તાલાલામાં 2,367, સુત્રાપાડામાં 1,288, કોડીનારમાં 5,040, ગીરગઢડામાં 160 અને ઉનામાં 3,446 મળી કુલ 15,827 સિનિયર સિટીઝનોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપી રક્ષિત કરવામાં આવ્યા છે. જ્યારે 45થી 59 વર્ષના વેરાવળ તાલુકામાં 1,035, તાલાલામાં 427, સુત્રાપાડામાં 579, કોડીનારમાં 1,587, ગીર ગઢડામાં 346 અને ઉનામાં 945 વ્યક્તિઓને પ્રથમ ડોઝ આપી રક્ષિત કરવામાં આવ્યા છે. અત્‍યાર સુધીમાં વેક્સિન લેનારામાંથી કોઇને કોઈપણ પ્રકારની આડ અસર થઈ ન હોવાનું વેક્સિનેશન કાર્યક્રમના અધિકારી ડૉ. ગૌસ્વામીએ જણાવ્યું હતું.

ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં 15,827 સિનિયર સિટીઝનોને અપાયો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ

આ પણ વાંચો - વાડોદર ખાતે યોજયો કોરોના વેક્સિનેશન કેમ્પ

કોરોના વેક્સિનથી સુરક્ષિત કરવાની કામગીરી સરાહનીય

વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતે પ્રથમ તબક્કાની કોરોના વેક્સિન લેનારા વેરાવળના રહીશ 72 વર્ષીય રમેશચંદ્ર મણિલાલ ભટ્ટે સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા લોકોને જે કોરોના વેક્સિનથી સુરક્ષિત કરવાની કામગીરી ખુબ જ સરાહનીય છે. સરકારી હોસ્પિટલમાં ખુબ સારી રીતે કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે અને રસી મૂકાવનારા માટે ઉત્તમ સવલત પણ પૂરી પાડવામાં આવી રહી છે.

આ પણ વાંચો - સિનિયર સિટિઝન મોટી સંખ્યામાં કોરોના રસી મૂકાવવા વેક્સિનેશન કેન્દ્ર પર પહોંય્યાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.