ETV Bharat / state

ગીર સોમનાથ જિલ્લાના 25 ગીર નેસડાઓમાં તંત્રની સર્વેની કામગીરી અંતિમ તબક્કામાં - ગીર સોમનાથ ડેઈલી ન્યુઝ

ગીરના નેસડાઓમાં રેવન્યુ વિસ્તારની જેમ જ નિયમોનુસાર માલધારીઓને નુકશાનીનું વળતર મળે તે માટે વનવિભાગ સાથે સંકલન કરવા , ગીર-સોમનાથ જિલ્લાનાં ગીર વિસ્તારમાં આવેલા 25 જેટલા નેસડાઓમાં તૌકતે વાવાઝોડાને લીધે થયેલા નુકશાની અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો છે.

ગીર સોમનાથ જિલ્લાના 25 ગીર નેસડાઓમાં તંત્રની સર્વેની કામગીરી અંતિમ તબક્કામાં

author img

By

Published : May 25, 2021, 1:55 PM IST

  • ગીર-સોમનાથ જિલ્લાના 25 ગીર નેસડાઓમાં તંત્રની સર્વેની કામગીરી અંતિમ તબક્કામાં
  • નેસડાઓમાં ઘાસની ત્રણ ગાડી મોકલાવાશે
  • સંસ્થાઓ દ્વારા તાલપત્રી-રાશન સહિત 1,000 કીટ પહોંચાડાઇ

ગીર સોમનાથ: ગીરના નેસડાઓમાં રેવન્યુ વિસ્તારની જેમ જ નિયમોનુસાર માલધારીઓને નુકશાનીનું વળતર મળે તે માટે વનવિભાગ સાથે સંકલન કરવા , ગીર-સોમનાથ જિલ્લાનાં ગીર વિસ્તારમાં આવેલા 25 જેટલા નેસડાઓમાં તૌકતે વાવાઝોડાને લીધે થયેલા નુકશાની અંગે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ગીર-સોમનાથ જિલ્લા કલેકટર અજય પ્રકાશે ગીરના માલાધારીઓની વસાહતને નુકસાન થયું હોય તો નિયમોનુસાર સર્વે કરી સરકારની જોગવાઇ પ્રમાણે લાભો મળે તે માટે કાર્યવાહી કરવા સબંધિત અધિકારીઓને સુચના આપી છે.

આ પણ વાંચો: તૌકતે વાવાઝોડાના જોખમ અંતર્ગત અમરેલી વહીવટી તંત્રની પૂર્વ તૈયારી - જાફરાબાદ-રાજુલાના 20 ગામના લોકોને સ્થળાંતરિત કરાશે

વાવાઝોડાથી થયેલી નુકસાની અંગે 6 ટીમો બનાવવામાં આવી

ગીરગઢડા મામલતદાર કોરડીયાએ જણાવ્યું હતું કે, ગીરગઢડા તાલુકામાં જંગલ વિસ્તારની કુલ 6 રેન્જ જેવી કે જશાધાર રેન્જ, ખાંભા તુલશીશ્યામ રેન્જ, હડાળા, બાબરીયા, જામવાળા અને છોડવળી રેન્જમાં અંદાજે 25થી વધુ નેસડા આવેલા છે. આ નેસડાઓમાં વાવાઝોડાથી થયેલી નુકસાની અંગે 6 ટીમો બનાવવામાં આવી છે. જેમાં 1 મદદનીશ ઇજનેર અને ફોરેસ્ટના કર્મચારીઓ પણ જોડાયા છે. વધુમાં તાત્કાલિક અસરથી લાભ મળે તે માટે સંસ્થાઓ સાથે સંકલન કરીને રાહત સામગ્રી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

25 જેટલા નેસડાઓમાં તૌકતે વાવાઝોડાને લીધે થયેલા નુકશાની

આ પણ વાંચો: તૌકતે વાવાઝોડાના જોખમ અંતર્ગત ભાવનગર વહીવટી તંત્રની પૂર્વતૈયારી - અંદાજીત 6,761 લોકોનું કરાશે સ્થળાંતર

RSS અને રેડક્રોસ સોસાયટી સહિતની સંસ્થાઓ દ્વારા તાલપત્રી, ઘાસની ત્રણ ગાડી મોકલવામાં આવી

RSS અને રેડક્રોસ સોસાયટી સહિતની સંસ્થાઓ દ્વારા ગીરના નેસડાઓમાં તાલપત્રી, ઘાસની ત્રણ ગાડી મોકલવામાં આવી રહી છે. એક ગાડી ઘાસ નેસડામાં પહોંચી ગયી છે. 2 ગાડી આવતીકાલે મોકલવામાં આવશે. 1,000 રાશનકીટ પણ પહોંચાડવામાં આવી છે. જેમાં ખાદ્યસામગ્રી અને વાસણનો પણ સમાવેશ થશે. તેમ મામલતદારએ ઉમેર્યું હતું. નેસડાઓમાં થયેલી નુકસાની અંગે રેવન્યુ અને વનવિભાગના નિયમોનુસાર અસરગ્રસ્તોને જોગવાઇઓ મુજબ તાત્કાલિક રાહત મળે તે માટે પણ સુચનાઓ આપવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.